દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરતા કોંગ્રેસની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતું. કોંગ્રેસના સિનિયર નેતા અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રભારી પદેથી મુક્ત કરવા માટે પાર્ટી હાઈકમાન્ડને રજૂઆત કરી છે.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અંગત કારણોસર કોંગ્રેસના હાઈકમાન્ડને પ્રભારી પદેથી મુક્ત કરવા અને કેટલાક મહિના અન્ય હોદો આપવા માટે રજૂઆત કરી છે. વર્ષ 2020માં બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં એનડીએની 125 બેઠકો ઉપર જીત થઈ હતી અને બિહારમાં સરકાર બનાવી હતી.
ભાજપને 74 સીટ તથા નીતિશ કુમારની પાર્ટી જનતાદળ યુનાઈટેડનો 43 બેઠકો ઉપર વિજય થયો હતો. તેમજ એનડીએ સાથે જોડાયેલી વિકાસશીલ ઈન્સાન પાર્ટી અને હિન્દુસ્તાની આવામ મોર્ચાનો પણ 4-4 બેઠકો ઉપર વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસ અને તેમના સહયોગી પક્ષને હારનો સામનો કરવો પડ્યો હતો. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ મહત્વની જવાબદારી નીભાવી હતી.