અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ટાણે જ પક્ષપલટાંની મોસમ પણ ખીલી ઊઠી છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપનો એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ રાજકારણના ખેલાડી ગણાતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં ઘરવાપસી કરવાનો નિર્ણય કર્યો છે. કાલે શુક્રવારે શંકરસિંહ વાઘેલા વિધિવતરીતે ભાજપમાં જોડાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસે પ્રથમ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. ત્યારબાદ બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ કહેવાય છે કે હાઈકમાન્ડની લીલી ઝંડી મળ્યા બાદ શંકરસિંહ વાઘેલાને શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. આમ કોંગ્રેસ દ્વારા શંકરસિંહ બાપુની રીએન્ટ્રીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આવતી કાલ તા.12મી નવેમ્બરે શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાશે. શંકરસિંહ બાપુ વગર શરતે કોંગ્રેસમાં જોડાવવા તૈયાર થઈ ગયા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે શંકરસિંહ વાઘેલા અને હાઈકમાન્ડ વચ્ચે મધ્યસ્થી કરી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. કોંગ્રેસે ગત મધરાતે બીજી યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત એ છે કે રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે બીજી યાદી પણ જાહેર કરી દીધી છે, હજી સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી. જોકે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે એવી શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા વધુ એક ખેલ પાડવાની તૈયારી કરાઈ છે. શંકરસિંહ બાપુની કોંગ્રેસમાં રી-એન્ટ્રીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. 12 નવેમ્બરના શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં જોડાશે. શંકરસિંહ બાપુ વગર શરતે કોંગ્રેસમાં જોડાવા તૈયાર થઈ ગયા છે. ખુદ જગદીશ ઠાકોર શંકરસિંહ વાઘેલા અને હાઈકમાન્ડ વચ્ચે મધ્યસ્થી કરી હતી. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક પણ થઈ ગઈ છે. પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલાના ઘરે જઈ બાપુ સાથે બેઠક કરી હતી. બાપુ સતત કોંગ્રેસમાં નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં આગામી 12 નવેમ્બરે બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.