શંકરાચાર્યજીએ વર્ષો પહેલાં લોકોને તેમની સાંસ્કૃતિક-આધ્યાત્મિક એકતા વિશે જાગૃત કર્યાઃ આરિફ મોહમ્મદ
બેંગ્લોરઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વિવિધ યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂક સહિતના અનેક મુદ્દાઓ પર ડાબેરી મોરચાની કેરળ સરકાર સાથે ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે શંકરાચાર્યજીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ 1947 પછી ભારતને એક કરી શકે તો તેનો શ્રેય ખરેખર કેરળના પુત્ર શંકરાચાર્યજીને જાય છે. તેઓએ 1,000 વર્ષ પહેલાં લોકોને તેમની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા વિશે જાગૃત કર્યા હતા. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે કેરળ એવા લોકો માટે ખૂબ અનુકૂળ છે જેઓ જ્ઞાન મેળવવા ઈચ્છે છે.
ગવર્નર આરિફ મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે, ભારતમાં લાંબા સમયથી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતા હોવા છતાં, દેશ લાંબા સમયથી રાજકીય રીતે ખંડિત રહ્યો હતો. રાજકીય એકતા અને રાષ્ટ્રીય એકતા તાજેતરની ઘટના છે. તેમણે વધુમાં કહ્યું કે કેરળની એક મહાન પરંપરા છે અને તે ભારતના શ્રેષ્ઠ રાજ્યોમાંનું એક છે.
કેરળ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ એક એવો સમાજ છે જેને આપણે એકતાનો શ્રેય આપવો જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે પણ સંકટ આવે છે ત્યારે કોઈ મહાન આત્મા આગળ આવે છે. નારાયણ ગુરુ જેવા લોકો છે જેમણે આ બધા સામે અવાજ ઉઠાવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, સરદાર પટેલ 1947 પછી ભારતને એક કરી શક્યા અને આપણી સૌથી મોટી લોકશાહી બની શકી અને આપણે એક રાષ્ટ્ર બની શક્યા, તેનો શ્રેય કેરળના પુત્ર શંકરાચાર્યજીને જાય છે, તેમણે 1,000 વર્ષથી વધુ સમયથી ભારતના લોકોને તેમની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાથી વાકેફ કર્યાં હતા.
તેમણે કહ્યું કે કેરળ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વનું જ્ઞાન કેન્દ્ર બનવા માટે યોગ્ય છે અહીં હવામાન જ્ઞાન સાધકો માટે ખૂબ જ અનુકૂળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્યજીને આદિ શંકરાચાર્યજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ કેરળના કલાડીમાં ઈ.સ. 788માં થયો હતો. તેઓ અદ્વૈત દર્શનના વિદ્વાન, ઋષિ અને ઘડવૈયા હતા.