Site icon Revoi.in

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર મામલે પગલા લેવા મોદી સરકારને ચારેય પીઠના શંકરાચાર્યજીની અપીલ

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં હિન્દુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તેમને દેશ જોડવા મજબુર કરવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને સાધુ-સંતો અને મહંતોમાં રોષ ફેલાયો છે. દરમિયાન ચારેય પીઠના શંકરાચાર્યજીએ ભારત સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર મામલે ઝડપી પગલા લેવા અપીલ કરી છે. તેમજ હિન્દુઓની રક્ષા મામલે બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે ચર્ચા કરવા માટે પણ ચારેય પીઠના શંકરાચાર્યજીએ અપીલ કરી હતી. તેમજ તેમણે દુનિયાના તમામ સનાતનીઓને પોતાની રક્ષા માટે સંગઠીત થવા આહવાન કર્યું હતું.

રિપબ્લીક મીડિયામાં એડીટર ઈન ચીફ અરનબ ગોસ્વામીના કાર્યક્રમમાં દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્યજી શ્રી સદાનંદ સરસ્વતીજી, જ્યોતિષ પીઠના જગદગુરુ શંકરાચાર્યજી શ્રી સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી, કાંચી કામકોટી પીઠના શંકરાચાર્યજી શ્રી વિજયેન્દ્ર સરસ્વતીજી, શ્રૃંગેરી મઠના શંકરાચાર્યજી શ્રી વિધુશેખર ભારતી મહાસ્વામીજી હાજર રહ્યાં હતા. તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારની નિંદા કરી હતી. તેમજ એક જ સૂરમાં તેમણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ હાલ જે પીડા ભોગવી રહ્યાં છે તે આપણે જાણીએ છીએ, આ પીડા તેમને હિન્દુ હોવાના કારણે મળી રહી છે.તેમના ઘર, સંપતિ, સમ્માન અને પ્રાણ સંકટમાં છે, માતા-બહેનોની પરિસ્થિતિ ભયાવહ છે. તેમની પાસે ભારત પાસેથી આશા સિવાય કોઈ વિકલ્પ નથી. ભારત માત્ર મોખીક ચિંતા અને સહાનુભુતી વ્યક્ત કરીને પોતાની ફરજથી મુક્ત ના થઈ શકે. અમે ભારતના શાસન પાસે બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષાની માંગણી કરી રહ્યાં છે. ભારત હિન્દુઓની કેન્દ્રભૂમિ છે. અમે આશા રાખીએ છીએ ભારત ઝડપથી આ દિશામાં પગલા ભરાશે. અમે રાષ્ટ્રપતિજીને પણ પત્ર લખ્યો છે અને તેમના જવાબની રાહ જોઈ રહ્યાં છે. અમારા માટે હિન્દુ સ્વાભીમાન સર્વોપરી છે.

દ્રારકા શારદાપીઠના શંકરાચાર્યજી શ્રી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, ભારતમાંથી પાકિસ્તાન ધર્મના નામે અલગ થયું હતું. જે બાદ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બન્યું હતું. દુનિયામાં પ્રથમવાર ધર્મના નામે ભાગલા પડ્યાં હતા. પાકિસ્તાનમાં હિન્દુઓ નામ માત્રના રહ્યાં છે. જ્યારે અફઘાનિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે. હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. અફઘાનિસ્તાન અને ઈરાનની જેમ ઈસ્લામીક કાયદો લાવવા માટે કટ્ટરપંથીઓ બાંગ્લાદેશમાં આવુ કરી રહ્યાં છે. બાંગ્લાદેશની સ્થિતિ ઉપર અમારી સતત નજર છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની સલામતીને લઈને ભારત અને બાંગ્લાદેશની સરકારે સાથે બેસીને રસ્તો કાઢવો જોઈએ. વિશ્વમાં જ્યાં પણ હિન્દુ વસે છે તેમણે પોતાના ધર્મની રક્ષા માટે જે કરવું પડે તે કરવું જોઈએ, તેમણે ધર્મની રક્ષા માટે આંદોલન, સભા અને પ્રાર્થના કરી શકે છે. અમે વિશ્વ કલ્યાણની વાત કરીએ છીએ, પરંતુ જ્યારે સનાતન-હિન્દુઓની વાત આવે ત્યારે આપણે એક થઈને અવાજ ઉઠાવવો જોઈએ.

જ્યોતિષ પીઠના જગદગુરુ શંકરાચાર્યજી શ્રી સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓનો કોઈ દોષ નથી તેમ છતા તેમની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. અત્યાચારથી પીડિત હિન્દુ ભારત તરફ આવી રહ્યાં છે તેમને સરહદ ઉપર અટકાવાયા છે. સાંસ્કૃતિક રીતે તેઓ આપણા જ છે. જેથી ભારત સરકાર આગળ આવે અને હિન્દુઓને આશ્વાસન આપે કે, આ ભારત હિન્દુઓનું કેન્દ્ર છે. વિશ્વના કોઈ પણ હિન્દુ ભારત આવે તો તેમને શરણ આપવી જોઈએ. રાષ્ટ્રપતિજીને પત્ર લખીને તેમના શરણ માટે અપીલ કરી છે. સરહદ ઉપર રહેલા હિન્દુઓને શરણ આપવી જોઈએ, તેમના માટે જેટલો ખર્ચ થશે તે અમે ભોગવવા માટે તૈયાર છીએ. બાંગ્લાદેશના હિન્દુઓ સાથે અમે છીએ. ભારતમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યાં છે. એવુ ના થાય કે તેમને અહીંથી ખદેડવામાં આવે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર અને ભારત સરકારે હિન્દુઓની રક્ષા માટે ચોક્કસ પગલા લેવા જોઈએ.

શ્રૃંગેરી મઠના શંકરાચાર્યજી શ્રી વિધુશેખર ભારતી મહાસ્વામીજીએ જણાવ્યું હતું કે, ભારતે ક્યારેય પોતના સ્વાર્થ માટે કોઈ દેશ ઉપર હુમલો કર્યો નથી. પરંતુ આત્મરક્ષા કરી છે. તમામ હિન્દુઓ સંગઠત થઈને આત્મરક્ષા અને સનાતનની રક્ષા માટે પ્રયત્નો કરવા જોઈએ, સરકાર આ બાબતે ચિંતન કરવું જોઈએ. ભારત દેશની બહાર સનાતનીઓની રક્ષા માટે પગલા જરુરી છે. તમામ લોકોને જાગૃત થવાની જરુર છે. જ્યારે સમાનત-હિન્દુની વાત આવે છે ત્યારે તમામ પરંપરાઓએ એક થઈને સંગઠીત થવું જોઈએ. હાલની સ્થિતિ અને ભવિષ્યમાં કોઈ સંકટની સ્થિતિ ઉભી થાય ત્યારે શું કરવું જોઈએ, તે અંગે નિર્ણય લેવો પડશે. ધર્મની રક્ષા માટે પગલા લેવા જોઈએ.

કાંચી મઠના શંકરાચાર્ય, સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ બાંગ્લાદેશ વિશે ચર્ચા કરી અને યુએન અને ભારતને આ બાબતે વાતચીત કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે, યુએનએ આ બાબતને ગંભીરતાથી જોવી જોઈએ અને ભારતે પણ બાંગ્લાદેશ સાથે વાત કરવી જોઈએ, જેથી હિંદુઓની સુરક્ષા થઈ શકે. સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીએ કહ્યું- ‘બાંગ્લાદેશ પહેલા પ્રાચીન ભારતનો ભાગ હતો. દેશના વિભાજનને કારણે થયેલા રક્તપાત અને હત્યાથી પરમાચાર્યજી ચિંતિત હતા. ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમણે ઉપવાસની પ્રક્રિયા શરૂ કરી. રવિવારે સાંજે 6 વાગ્યા પછી કોઈપણ આહાર લેવાનું બંધ કર્યું હતું. પરમાચાર્યજીએ બાંગ્લાદેશ વિશે નિવેદન આપ્યું હતું, જે પૂર્વ બંગાળની રચના કરીને અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે ભાગલા પછી પૂર્વ પાકિસ્તાન બન્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે મહિલાઓ દ્વારા સહન કરવામાં આવતી વેદનાઓને બાજુ પર ન રાખવી જોઈએ. આપણે તેમને હિંદુ સમાજમાં સામેલ કરવા જોઈએ. સંઘર્ષમાં જેણે પણ મદદ કરી તેનું સન્માન કરવું જોઈએ. બાદમાં અમે સિલિગુડીમાં પ્રણવ મુખર્જી અને તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહનો સંપર્ક કર્યો અને ઢાકેશ્વરી જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંનેએ તેને સાથ આપ્યો અને તેની વ્યવસ્થા પણ કરી. આ પછી પરમાચાર્ય ત્યાં ગયા અને ચંડી હવન કર્યો હતો.

 

#HindusInBangladesh #AtrocitiesOnHindus #Shankaracharyaji #ModiGovernment #HumanRights #ReligiousPersecution, #HinduPersecution, #BangladeshMinorities, #IndiaBangladeshRelations, #DharmicCommunity #HinduRights #JusticeForHindus #StopHinduPersecution #ProtectHinduMinorities #HumanRightsViolations #ReligiousFreedom #MinorityRights #InternationalRelations #GlobalHumanRights #HinduPhobia #DharmicRights #HinduismUnderAttack #ProtectHindus #HinduLivesMatter