- શરદ પવાર પોતાના નિર્ણય પર ફરી વિચારશે
- અજીત પવારે કહ્યું તેમણે 2-3 દિવસનો સમય માંગ્યો
મુંબઈઃ- આજરોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી ત્યારે હવે તેમને મનાવવા માટે પાર્ટીના અનેક નેતાઓ સતત કામે લાગ્યા છે.આ સાથે જ એનસીપી નેતા અને પવારના ભત્રીજા અજિત પવારે કહ્યું કે શરદ પવારે હવે એનસીપીના નેતાઓને કહ્યું છે કે તેઓ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરશે.
આ સાથે જ અજીત પવારે એમ પણ કહ્યું છે કે આ માટે શરદ પવારે બે-ત્રણ દિવસનો સમય માંગ્યો છે.ઉલ્લેખનીય છે કે શરદ પવારે પોતાની આત્મકથાના વિમોચન પ્રસંગે યશવંતરાવ ચવ્હાણ ફાઉન્ડેશનનું પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી છે.
આ બાબતને લઈને એનસીપી નેતા શરદ રે કહ્યું, “મેં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ છોડવાનો નિર્ણય કર્યો છે.” આ સાથે આગામી રણનીતિ માટે વરિષ્ઠ નેતાઓની પેનલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.જો કે હવે તેમના ભત્રીજાના કહ્યા પ્રમાણ ેતેઓ હજી એક વખત આ મામલે ફરી વિચાર કરશે.
ઉલ્લેખનીય છે કે પાર્ટીનું અધ્યક્ષ પદ છોડ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ તેમને મનાવવાના પ્રયાસો ચાલુ છે. છગન ભુજબળ, જિતેન્દ્ર આવ્હાડ અને દિલીપ વાલસે પાટીલ સહિતના NCP નેતાઓએ કહ્યું, “અમે NCP પ્રમુખ પદેથી રાજીનામું આપવાના તમારા નિર્ણયને સ્વીકારવા તૈયાર નથી. અમે ઈચ્છીએ છીએ કે તમે તમારા નિર્ણય પર પુનર્વિચાર કરો.” આ બાબતે શરદ પવારે કહ્યું કે ચાલો આપણે બધા સાથે મળીને કામ કરીએ, પરંતુ મારું રાજીનામું સ્વીકારો.જો કે હવે જોવું રહ્યું કે શરદ પવાર પોતાના નિર્ણય પર કાયમ રહેશે કે ખરેખરમાં તેઓ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડી દેશે.