Site icon Revoi.in

99% તૂટયા બાદ 2500% ઉછળ્યો શેયર, અનિલ અંબાણીની કંપનીએ કર્યા માલામાલ!

Social Share

મુંબઈ: અનિલ અંબાણીની કંપનીના શેર ગત કેટલાક વર્ષોમાં તૂટીને 1 રૂપિયાના ભાવ પર આવી ગયો હતો. પરંતુ હવે આ કંપનીના સ્ટોકમાં તેજી દેખાય રહી છે. આ સ્ટોકે એક વર્ષમાં 144 ટકાનું રિટર્ન આપ્યું છે. ત્યારે 6 માસમાં આ સ્ટોકે 60 ટકા રિટર્ન આપ્યું છે. જો કે ગત એક માસ દરમિયાન અનિલ અંબાણીની કંપનીના શેર 10 ટકાનું રિટર્ન જોવા મળ્યું છે.

અમે વાત કરી રહ્યા છીએ, રિલાયન્સ પાવરના શેયરની, જે અનિલ અંબાણીની માલિકીની કંપની છે. તેના શેયર બુધવારે પાંચ ટકા વધીને 28.56 રૂપિયા પ્રતિ શેયર પર બં(ધ થયો. કંપનીના 52 વીકનું હાઈ લેવલ 33.15 રૂપિયા પ્રતિ શેયર છે. જ્યારે લો લેવલ 9.05 રૂપિયા પ્રતિ શેયર છે. માર્ચ-2020માં આ શેર 1.40 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. તેના પછી તેના શેયરમાં ઉછાળ જોવા મળ્યો અને આજે તે 28 રૂપિયાના ભાવ પર પહોંચી ગયો છે.

અનિલ અંબાણીની આ કંપની પોતાના ઓલ ટાઈમ હાઈ લેવલ 99 ટકા તૂટી ચુક્યું છે. 16 મે, 2008ના રોજ રિલાયન્સ પાવરના શેર 260.78 રૂપિયા પ્રતિ શેયર પર હતો. જ્યાંથી તેજીથી તૂટીને માર્ચ-2020માં એક રૂપિયાના ભાવ પર પહોંચી ગયો. જો કે તેના પછી કંપનીના સ્ટોકમાં રિકવરી જોવા મળી અને અહીંથી તેના શેરોમાં 2500 ટકાથી વધુની તેજી જોવા મળી હતી.

8 ફેબ્રુઆરી, 2023ના રોજ રિલાયન્સ પાવરના શેર 11.70 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યા હતા. પરંતુ આજે ઠીક એક વર્ષ બાદ 28.65 રૂપિયાના ભાવ પર છે. એક વર્ષમાં તેણે 144 ટકા રિટર્ન આપ્યું છે. એટલે કે જો કોઈએ આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ ગત 8 ફેબ્રુઆરી, 2023ના રોજ કરવામાં આવ્યું હોત, તો આજે આ રકમ 2 લાખ 44 હજાર રૂપિયા થઈ જાત.

રિલાયન્સ પાવર લિમિટેડ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની એક કંપની છે. રિલાયન્સ ગ્રુપ નાણાંકીય સેવાઓ, માળખાગત સુવિધા અને ઊર્જા સહીત ઘણાં સેક્ટર્સમાં કામ કરે છે. તો રિલાયન્સ પાવર ભારતમાં વીજળી પ્રોજેક્ટના વિકાસ, નિર્માણ અને સંચાલન માટે કામ કરે છે. તેની પાસે કેટલીક સબસિડરી કંપનીઓ પણ છે. કંપનીની પાસે લગભગ 6 હજાર મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતા છે.