અમદાવાદઃ રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે , રાજ્ય સરકાર ટીકા ઉત્સવ પણ ઉજવી રહી છે. ત્યારે 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે. તેવામાં રસી લેનાર પોતાની તસવીરો અને વેક્સિનેસનનું મળેલું સર્ટિફિકેટ સોશિયલ સાઈટ્સ પર શેર કરતા જોવા મળે છે. ત્યારે તેમણે ઉત્સાહમાં આવીને કરેલી ભૂલ તેમને ભારે પડી શકે છે. કેમ કે આ સર્ટિફિકેટ તેમના આર્થિક નુકસાનીનું ભોગ બનાવાનું કારણ બની શકે છે.
રાજ્યમાં કોરોનાની રસી લીધા બાદ ઘણા લોકો ઉત્સાહમાં આવી જઈને ફોતાના વેક્સિન લેતા ફોટા સાથે વેક્સિન લીધાનું સર્ટી. પણ વોટ્સએપ કે ફેસબુક પર મુકતા હોય છે,આવા લોકો ક્યારેક મુશ્કેલીમાં મુકાતા હોય છે. કોરોના વેક્સિનેશન બદલ મળતા સર્ટિફિકેટને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ટાળવું જોઈએ. આવી હરકતો ખૂબ જ આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે. કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટમાં નાગરિકના આધાર કાર્ડ, પાન કાર્ડ, મોબાઇલ નંબર સહિતની વિગતો દર્શાવવામાં આવે છે. જે બેંક એકાઉન્ટ સાથે જોડાયેલી હોય છે. જેનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. સોશિયલ મીડિયા પર અવનવા ટ્રેન્ડ આવતા જતા હોય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે. WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube જેવી એપ્લિકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. કોરોના વેક્સિનેશન બદલ મળતા સર્ટિફિકેટ તમે સોશિયલ મીડિયામાં શેર કર્યું હોય તો તમને ખૂબ જ આર્થિક રીતે નુકસાન થઇ શકે છે.