Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં આતંક મચાવનારા તાલીબાનીઓમાં બે ભારતીય !, શશી થરુરે વ્યક્ત કરી આશંકા

Social Share

દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરએ અફઘાનિસ્તાનમાં આતંક મચાવનારા તાલિબાનીઓમાં ભારતના બે લોકો હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ બંને શખ્સો કેરલ પ્રાંતના રહેવાસી હોવાનું મનાઈ રહ્યું છે. પૂર્વ વિદેશ રાજ્ય મંત્રીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં બંને વ્યક્તિઓના હાથમાં બંદૂક છે અને તેઓ મલયાલી ભાષામાં વાત કરી રહ્યાં છે. આ વીડિયોને શેર કરીને શશિ થરુરે લખ્યું છે, તેમને સાંભળીને એવુ લાગે છે કે આ બંને મલયાલી તાલિબાનમાં પણ ઉપસ્થિત છે. એક વ્યક્તિએ 8 સેકન્ડ સુધી મલયાલીમાં વાત કરીને બીજી વ્યક્તિને તેની વાત સમજાવતો જોવા મળે છે.

શશિ થરૂરએ રમીઝ નામના શખ્સે ટ્વીટ કરેલો વીડિયો શેર કર્યો હતો. જેમાં રમીઝએ અનુમાન લગાવ્યું હતું કે, આ કેરલના નથી. આ કેરળના શખ્સો દેખાતા નથી. આ જાબુલ પ્રાંતના બલુચ લાગે છે. જે બ્રાહવી ભાષા બોલે છે. આ ભાષા પણ દ્રવિડિયન પરિવારની જ છે અને બલુચોની પણ છે. આ તેલુગુ, તમિલ અને મલયાલમ સાથે મળતી આવે છે. શશી થરૂરે રમીઝની પોસ્ટ પણ શેર કરી છે. તેમજ લખ્યું છે કે, રોચર વિશ્લેષ, આપણે આ મામલો ભાષા વિદો ઉપર છોડી દઈએ. પરંતુ એવું બની શકે કે આ મિસગાઈડેડ મલયાલી હોય, જેમણે તાલિબાન જોઈન કરી લીધું હોય. આ સંભાવનાને નજર અંદાજ ના કરી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન ઉપર કબજો કર્યાં બાદ તાલિબાનીઓ હાલ ઉજવણીમાં મસ્ત છે. એમ્યુજમેન્ટ પાર્કથી લઈને જીમ સુધીના વીડિયો સામે આવ્યાં છે. જેમાં તેઓ ઉજવણી કરવા જોવા મળે છે.