Site icon Revoi.in

બાંગ્લાદેશના રાજકારણમાં શેખ હસીના પરત નહીં ફરે

બાંગ્લાદેશ રાજકારણ
Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી ઊથલ-પાથળ વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ ઝાઈનું નિવેદન સામે આવ્યું છે. સજીબ વાઝેદે દાવો કર્યો છે કે, તેમની માતા રાજકરણમાં પાછા નહીં કરે. પૂર્વ મુખ્ય સલાહકાર સજીબે સોમવારે જણાવ્યું હતું કે તેમની માતા હસીનાએ પરિવારની વિનંતી પર તેમની સુરક્ષા માટે દેશ છોડી દીધો.

લંડનમાં એક એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં સજીબ વાજેદ ઝાઈએ કહ્યું હતું કે, તેમની માતા શેખ હસીના રાજકારણમાં પાછા નહીં ફરે. તેમણે 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર શાસન કર્યું હતું, પણ વર્તમાન ઘટનાઓથી તેઓ ખૂબ જ નિરાશ છે.

પોતાની માતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા સજીબે કહ્યું, જ્યારે હસીનાએ દેશની સત્તા સંભાળી ત્યારે બાંગ્લાદેશ ગરીબ દેશ હતો. આજે તે એશિયાના ઉભરતા દેશોમાંથી એક માનવામાં આવે છે. સરકાર વિરોધીઓ સાથે વ્યવહાર કરવામાં કઠોર હોવાના આક્ષેપોને નકારી કાઢતા સજીએ કહ્યું કે, પોલીસકર્મીઓને માર મારવામાં આવ્યો છે. જ્યારે ટોળું લોકોને માર મારીને મારી રહ્યું છે ત્યારે તમે પોલીસ પાસેથી શું અપેક્ષા રાખશો. આ દાવાઓ સિવાય શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી લીધી છે, પરંતુ સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ છે.