Site icon Revoi.in

શેખ હસીનાની મુશ્કેલી વધી, બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાસપાર્ટ રદ્દ કર્યો

Social Share

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે મોટો નિર્ણય લીધો છે. શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન સાંસદોને આપવામાં આવેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ સરકારે રદ કરી દીધા છે. આ નિર્ણય સાથે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના ગૃહ વિભાગે આ માહિતી આપી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને અવામી લીગ સરકારના ભૂતપૂર્વ સાંસદોના રાજદ્વારી પાસપોર્ટ રદ કર્યા છે. નિર્ણયની જાહેરાત કરતા ગૃહ મંત્રાલયે કહ્યું કે પાછલી સરકાર દરમિયાન સાંસદોને જારી કરાયેલા તમામ રાજદ્વારી પાસપોર્ટ રદ કરવામાં આવશે. આ પગલાને કારણે શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય પરામર્શ બાદ લેવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, વચગાળાની સરકાર દ્વારા પાસપોર્ટ રદ કરવા માટે કેટલાક કારણો આપવામાં આવ્યા છે, જેનું મુખ્ય કારણ એ છે કે, શેખ હસીના વિરુદ્ધ અત્યાર સુધીમાં 44 થી વધુ ક્રિમિનલ કેસ નોંધાયા છે. હજુ પણ કેટલાક કેસ નોંધાઈ શકે છે. આવી સ્થિતિમાં, તેમના પર પ્રતિબંધ મૂકવા માટે રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા જરૂરી છે. આ ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન જારી કરાયેલા અન્ય સાંસદોના પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે.

#SheikhHasina #BangladeshPolitics #PassportRevoked #PoliticalCrisis #Bangladesh #InterimGovernment