Site icon Revoi.in

‘શેમારૂ મી’ રજુ કરશે OTT પ્લેટફોર્મ પર પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’ – મેગાસ્ટાર મલ્હાર ઠાકર અને કથા પટેલ સ્ટારર આ ફિલ્મ 20 મે ના રોજ થશે રિલીઝ

Social Share

અમદાવાદઃ– બોલિવૂડ જગતમાં કોરોનાકાળ દરમિયાન અનેક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે, આ પ્લેટફોર્મ આ કોરોના મહામારીના સમયમાં સફળ સાબિત થઈ રહ્યું છે, કોરોના જેવા સમયમાં દર્શકો ઓટીટી પ્લેટફોર્મ પર  મનોરંજન મેળવી રહ્યા છે અને વધુને વધુ આ તરફ આકર્ષિત થઈ રહ્યા છે, ત્યારે હવે એન્ટરટેઇનમેન્ટનું  ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન -શેમારૂ મી’ તેની પ્રથમ ડિજિટલ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’ લઇને આવી ગયું છે.આપણા ગુજરાતી સિનેમાની આ પ્રથમ ફિલ્મ ‘સ્વાગતમ્’ પણ હવે  ઓટીટી પ્લેટફોર્મ પર દર્શકોને ટૂંક સમયમાં જ જોવા મળશે.

હવે ગુજરાતની ઓડિયન્સને મનોરંજન કરાવવા માટે ગુજરાતી મિનેમાના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર અને કથા પટેલ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ ‘સ્વાગતમ્’ લઈને આવી રહ્યા છે, આ ફિલ્મ ‘શેમારૂ મી’ એપ પર 20 મે ના રોજ રિલીઝ કરવામાં આવશે.

જો ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, ઓજસ રાવલ, કથા પટેલ, જય ઉપાધ્યાય, વંદના પાઠક, ચેતન ધનાની જેવા જાણીતા કલાકારો જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર આજરોજ શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું છે.

સાહિન-