Site icon Revoi.in

શેમારૂ-મી વિડિયો સ્ટ્રીમિંગ એપ ગુજરાતી મનોરંજનના અવનવા કાર્યક્રમનો રસથાળ મનભાવન બની રહેશે

Social Share

અમદાવાદઃ શેમારૂ- મી વિડિઓ સ્ટ્રીમિંગ એપ જે ઇન્ડિયાના OTT માર્કેટનો એક મહત્વનો ભાગ છે, જે ભારતની સૌથી વધારે જોવાતી અને વિક્સતી ગુજરાતી વિડિઓ સ્ટ્રીમિંગ એપ છે, આજે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટમાં તેના વિસ્તરણની ઘોષણા કરવા જઈ રહી છે. જે દર અઠવાડિયે નવા મનોરંજન સાથે બહુ જ જલ્દી આવી રહી છે. શેમારૂ એન્ટરટેઈનમેન્ટ છેલ્લા 15 વર્ષથી દરેક ગુજરાતીઓના ઘરનો એક ભાગ બની ચૂક્યું છે અને ઘણા લાંબા સમયથી તે ગુજરાતીઓને મનોરંજન આપી રહ્યું છે. 500થી વધુ નાટકો અને ફિલ્મો સાથે આજે દુનિયામાં ગુજરાતી મનોરંજનની સૌથી મોટી લાઈબ્રેરીઝમાંથી એક છે, અને હવે નવા મનોરંજન સાથે દરેક ગુજરાતીને આકર્ષવા શેમારૂમીએ મોટા પાયે કામગીરી શરૂ પણ કરી દીધી છે શેમારૂમીનો હેતુ ગુજરાતી પરિવારના તમામ સભ્યોને એકસાથે લાવીને તમામને પસંદ પડે તેવું મનોરંજન પ્રદાન કરવાનો છે. ગુજરાતી મનોરંજનમાં હંમેશા અગ્રેસર રહેલ શેમારૂ એન્ટરટેઈનમેન્ટ દ્વારા હવે આ બધુ જ તથા ગુજરાતી ભાષાના 52 અઠવાડિયા ના નવા જ મનોરંજન સાથે, ફક્ત શેમારૂમી એપ ઉપર નિહાળી શકાશે.

શેમારૂ એ હંમેશા સ્થાનિક ગુજરાતી પ્રતિભાને મહત્વ આપ્યું છે અને શેમારૂમી આવનારા સમયમાં તેને વધુ મહત્વ આપવા જઈ રહ્યું છે. ગુજરાતી રંગમંચ તથા સિનેમાના લોકપ્રિય નામો જેવા કે સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા, સરિતા જોષી, મલ્હાર ઠાકર ઉપરાંત બીજા ઘણા બધા સિતારાઓ એકસાથે જોવા મળશે. શેમારૂના ગુજરાતી નાટકોની DVD, જે આઈડિયા ખુબ જ લોકપ્રિય થયો હતો અને તે તમામ નાટકો લગભગ દરેક ગુજરાતીઓના ઘર સુધી પહોંચી ગયા હતા શેમારુમી માત્ર એક એપ જ નથી પરંતુ તે ગુજરાતી મનોરંજનનો ખજાનો છે. આ દિશામાં પોતાનું પહેલું પગલું ભરતાં, શેમારૂમી તેની ડિજિટલ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ રજુ કરશે જે શેમારૂમીની એપ પર રીલિઝ થશે.

શેમારૂ એન્ટરટેઈન્મેન્ટ લિના સીઇઓ, હિરેન ગડાએ કહ્યું હતું કે, “એક ગુજરાતી તરીકે મને હંમેશા મારી માતૃભાષા સાથે જોડાણ રહ્યું છે. મેં અને મારી ટીમે હંમેશા ગુજરાતી મનોરંજન માટે છેલ્લા 15 વર્ષોથી અવિરતપણે કામ કર્યુ છે તથા આવનારા સમય દરમ્યાન ગુજરાતી મનોરંજનના ક્ષેત્રમાં અમે કશુંક એવું કરવા જઈ રહ્યા છીએ જે દર અઠવાડિયે દરેક ગુજરાતી પરિવારને સાથે બેસીને ગુજરાતી મનોરંજન જોતા કરી દેશે.”શેમારૂમી દર્શકો માટે બધા જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જેવા કે એમેઝોન ફાયર ટીવી સ્ટીક, ગુગલ પ્લેસ્ટોર, એપલ એપસ્ટોર ક્લાઉડ, વૉકર ટીવી, એમઆઈ ટીવી, રોકુ, જીઓ એપ અને અન્ય વિવિધ પ્લેટફોર્મ્સ. ઉપયોગકર્તાઓ ગુજરાતી ભાષામાં એપને ડાઉનલોડ કરી પોતાની માતૃભાષામાં મનોરંજનનો આનંદ વ્યક્તિગત રીતે લઈ શકશે.