મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.શિખર ધવનને આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.ઈંગ્લેન્ડમાં યોજાનારી T20 અને ODI શ્રેણી બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં ત્રણ ODI રમાવાની છે.
BCCI દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃશિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ
વનડે ટીમમાં ઘણા નામો વાપસી થયા છે. જેમાં સંજુ સેમસન, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ જેવા નામ સામેલ છે. જ્યારે ઈશાન કિશન, શુભમન ગિલને પણ આ સિરીઝમાં તક આપવામાં આવી છે.