Site icon Revoi.in

ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે શિખર ધવન,આ ટૂર્નામેન્ટમાં કરી શકે છે કપ્તાની!

Social Share

મુંબઈ : ડાબોડી સ્ટાર બેટ્સમેન શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. 37 વર્ષીય ધવને ગયા વર્ષે બાંગ્લાદેશ સામે ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું. ધવને તાજેતરની IPLમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું જ્યાં તેની ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી.

હવે શિખર ધવનને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિખર ધવન એશિયન ગેમ્સ 2022માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરી શકે છે, જ્યારે NCA ચીફ VVS લક્ષ્મણને કોચિંગની જવાબદારી મળી શકે છે. એશિયન ગેમ્સ 2023માં ચીનના હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાવાની છે. 7 જુલાઈએ યોજાનારી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠક દરમિયાન એશિયન ગેમ્સ અંગે ચર્ચા કરવામાં આવશે.

બીસીસીઆઈ મહિલા અને પુરૂષ બંને ઈવેન્ટમાં પોતાની ટીમ મોકલવા માટે સંમત થઈ ગઈ છે. એશિયન ગેમ્સની તારીખો ODI વર્લ્ડ કપ (ઓક્ટોબર 5-નવેમ્બર 19) સાથે ટકરાશે, જેના કારણે પુરુષોની સ્પર્ધામાં બીજા ક્રમની ભારતીય ટીમ ચીન જશે. અને મહિલા વર્ગમાં સંપૂર્ણ તાકાતની ટીમ મોકલવામાં આવશે. જો ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં પસંદ કરવામાં નહીં આવે તો તેમને પણ એશિયન ગેમ્સમાં તક મળી શકે છે.

મોટી ટુર્નામેન્ટમાં ધવનનું બેટ જમકર બોલે છે. શિખરે ચેમ્પિયન્સ ટ્રોફી-2013માં 90.75ની એવરેજથી 363 રન, એશિયા કપ-2014માં 48ની એવરેજથી 192 રન, વર્લ્ડકપ-2015માં 51.50ની એવરેજથી 412 રન, વર્લ્ડ કપ-2015માં 338ની એવરેજથી રન બનાવ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી-2017માં 67.60 અને એશિયા કપમાં 68.40ની એવરેજથી 342 રન બનાવ્યા.