Site icon Revoi.in

અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્રાની મોડી રાતે ક્રાઈમબ્રાંચે કરી ધરપકડઃ અશ્લીલ ફિલ્મ બનાવવાનો લાગ્યો આરોપ

Social Share

મુંબઈઃ- બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસમેન એવા રાજ કુંદ્રા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે, સોમવારની રાતે ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. તેમના પર અશ્લીલ ફિલ્મો બનાવીને કેટલીક એપ્સ પર તેને રજૂ કરવાનો મોટો આરોપ લાગ્યો છે.

આ પહેલા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યા હતા. ત્યાર બાદ રાજ કુંદ્રાની અનેક કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે,કુંદ્રા સામે ફેબ્રુઆરી 2021 માં ફરિયાદ નોંધાઈ હતી.

ક્રાઇમ બ્રાંચનું  આ બાબતને લઈને કહેવું છે કે ફેબ્રુઆરી 2021 માં ક્રાઈમ બ્રાંચે મુંબઇમાં અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ પર બતાવવા બદલ રાજ કુંદ્રા સામે કેસ નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાંચે વધુમાં જણાવ્યું હતું કે રાજ કુંદ્રાની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે કારણ કે તે તેનો મુખ્ય કાવતરું  ઘડનાર આરોપી છે,આ અંગે અમારી પાસે પૂરતા પુરાવા પ્રર્યાપ્ત છે.

મળતી માબિતી પ્રમાણે પોલીસે બે એફઆઈઆર દાખલ કરી છે અને આ મામલામાં કુલ 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જે એક્ટર્સ પાસે બળજબરીથી ફિલ્મો માટે ન્યૂડ સીન્સ શૂટ કરાવતા હતા. તો રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મોને પેડ મોબાઇલ એપ્લીકેશન્સ દ્વારા રિલીઝ/ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવતી હતી,જેનો મુખ્ય સુત્રાઘાર તરીકે રાજ કુંદ્રાની ઓળખ થઈ હતી.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલમાં રાજકુંદ્રાની  લાંબી પુછપરછ બાદ રાજ ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાત્રે તેને તબીબી તપાસ માટે જેજે હોસ્પિટલમાં અને બાદમાં પોલીસ કમિશનર કચેરીએ પણ લઈ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છએ કે આ  પ્રથમ વખત નથી કે જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં સપડાયો છે, આ અગાઉ તે ઘણા વિવાદ સાથએ જોડાયેલા રહ્યા છે, આ પહેલા મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ રાજ કુંદ્રા અને તેના સાથી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. પૂનમે આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાની કંપનીએ તેના ફોટોગ્રાફ્સનો દુરૂપયોગ કર્યો છે. જો કે રાજ કુંદ્રાએ આ મામલે તેમની સામેના આક્ષેપોનો ઈનકાર કર્યો હતો