મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોનોગ્રાફી કેસનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન આ કેસમાં રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. ઈડીની ટીમે રાજ કુંદ્રાની ઓફિસ અને ધરે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. ઈડીની ટીમે ઘર અને ઓફિસ સિવાય અન્ય સ્થળો ઉપર પણ દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પોર્ન રેકેટ કેસમાં ઈડી રાજ કુંદ્રા ઉપરાંત અન્ય લોકોના ઘરે પણ તપાસ કરી રહી છે. આ કાર્યવાહી મોબાઈલ એપ મારફતે પોર્ન કોન્ટેટ બનાવવા અને સર્કુલેશન સાથે જોડાયેલો છે. રાજ કુંદ્રા સામે મુંબઈ પોલીસે પોનોગ્રાફી મામલે વર્ષ 2021માં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ઈડીની ટીમે આ મામલે કુલ 15 સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા. આ પ્રકરણમાં એકત્ર થયેલા નાણા વિદેશ મોકલવામાં આવ્યા હતા. જેથી ઈડી એ પણ તપાસ શરૂ કરી છે. રાજ કુંદ્રાને જુલાઈ 2021માં ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી હતી. આ કેસમાં સિટીકોર્ટે તેમને જામીન આપતા જેલમાંથી છુટકારો થયો હતો. રાજ કુંદ્રાએ પોતાના ઉપર લાગેલા આરોપોને નકાર્યાં હતા. બે મહિનાના જેલવાસ બાદ તેમનો જામીન ઉપર છુટકારો થયો હતો.
રાજ કુંદ્રા હાલના સમયમાં અજય ભારદ્વાજ સાથે જોડાયેલા બિટકોઈન છેતરપીંડી સંબંધિત એક અલગ મની લોન્ડ્રીંગ કેસના દાયરામાં છે. ઈડીએ શિલ્પા શેટ્ટીના જુહુ સ્થિત બંગલાને તપાસ કરવા માટે કબ્જામાં લીધો હતો.