જો આપ શિમલાનો પ્રવાસ કરવા માંગતા હોય તો અનેક પ્રવાસન સ્થળો આપને આકર્ષિત કરશે. શિમલાના કેન્દ્રમાં આવેલા ધ રિઝ શિમલા એક મોટો અને ખુલ્લો રસ્તો છે. જે મોલ રોડના કિનારા ઉપર સ્થિત છે. રિઝ એક એવી જગ્યા છે જ્યાં આપને બહુ બધુ જોવા મળશે. અહીં આપને બર્ફથી ઢંકાયેલી પર્વતમાળાઓનો નજારો અને વિશેષ કલાકૃતિઓ વેચતી દુકાનો જોવા મળે છે. ધ રિઝની સૌથી ખાસ વાત એ છે આ જગ્યા બ્રિટિશકાળમાં ગરમીના દિવસોમાં અહીં રોકોવા માટે ખાસ હતી. રિઝ એક બજાર નથી પરંતુ એક શહેર છે. અહીં માર્ગ ઉપર કેફે, બાર, બુટીક, દકાનો અને રેસ્ટોરન્ટમાં પણ ભીડ જોવા મળે છે.
કુફરી શિમલા હિલ્સ સ્ટેશનથી 17 કિમી દૂર આવેલી એક સુંદર જગ્યા છે જે અહીં આવતા પ્રવાસીઓને આકર્ષિત કરે ચે. 2510 મીટર ઉંચાઈ ઉપર હિમાલયના તટ સ્થિત આ હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમિઓ અને એડવેન્ચર શોખીન લોકોને ખુબ જ પસંદ આવે છે. કુફરી જતા આપને સુંદર સ્થળો જોવા મળશે.
માલ રોડ, રિઝની નીચે સ્થિત શિમલાની એક એવી જગ્યા જ્યાં અનેક દુકાનો, કૈફે, રેસ્ટોરન્ટ, પુસ્તકોની દુકાનો અને કેટલાક પર્યટક આકર્ષણો છે. જો આપ મોલ રોડ ઉપર ફરવા જાવ છો તો અહીં દરેક વસ્તુઓ જોઈને સ્તબ્ધ થઈ જશો. મોલ રોડ શિમલાના મધ્યમાં આવેલું છે. શિમલાથી માત્ર 2 કિમી દૂર જાખુ હિલ આ સમગ્ર હિલ સ્ટેશનનની સૌથી ઉંચી ટોચ છે. જે આ શહેરને અદભૂત અને બરફથી ઢંકાયેલા હિમાલય પર્વતના દ્રશ્યને દર્વાવે છે. 8000 ફીટ ઉંચી ખાજુ હિલ શિમલા હિલ્સ સ્ટેશનનું એક પ્રસિધ્ધ પર્યટક સ્થળ છે. જે પ્રકૃતિપ્રેમીઓની સાથે તીર્થ યાત્રિકોને પણ પ્રિય છે. અહીં પર્વત ઉપર એક પ્રાતીન મંદિર છે. જેનું નામ જાખુ મંદિર છે. આ મંદિર હનુમાનજીને સમર્પિત છે. અહીં હનુમાનજીની વિશાળ મૂર્તિના દર્શન થાય છે. શિમલા રેલવે ભારતના પર્વતીય રેલવે સ્ટેશન થવાની સાથે યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ છે. અહીં ટ્રેનનો પ્રવાસ આપને શાનદાર યાત્રાનો અનુભવ કરાવશે.
શિમલામાં મશરૂમ અને ટામેટાનું પુષ્કળ ઉત્પાદન થાય છે. જેથી આ શહેરને લાલ સોનેનું શહેર કહેવાય છે. અહીં મનાલી પણ એક પ્રસિદ્ધ સ્થળ છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અર્કી કિલ્લો, નાલદેહરા, સંગ્રહાલય અને પુસ્તકાલય, દારા ઘાટી અભ્યારણ્ય, ઉપરાંત ચાડવિક ફોલ્સ, ઘ ગ્લેન, કાલી બાડી મંદિર, હિમાલયન બર્ડ પાર્ક, તત્તાપાની હોટ સ્ર્પ્રિંગ, સ્કૈંડલ પોઈન્ટ, મશોબરા અને નાલદેહરા ગોલ્ડ પાર્ક પણ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે.