Site icon Revoi.in

નવાવર્ષની ઉજવણી વચ્ચે શિમલામાં બોમ્બ હોવાની ઘમકીઃપોલીસે તાત્કાલિક રિજ અને મલાડ રોડ વિસ્તાર ખાલી કરાવ્યો

Social Share

 

શિમલાઃ- સમગ્ર દેશભરમાં કોરોનાને કારણે નવા વર્ષની ઉજવણી ધામઘૂમથી કરવામાં આવી નહોતી જો કે ઠેર ઠેરથી પ્રવાસીઓ રજાઓ ગાળવા અનેક સ્થળો પહોંચ્યા હતા જેમાં શિમલા પ્રવાસીઓનું મન પસંદીદદા સ્થળ રહોવાથી અહી યાત્રીઓની સંખ્યા વધી હતી,ત્યારે નવા વર્ષની શરૂઆતના કલાકો પહેલા શુક્રવારે મોડી સાંજે પોલીસે શિમલાના પ્રખ્યાત મોલ રોડ અને રિજને ખાલી કરાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મોટી સંખ્યામાં આ સ્થળો પર પોલીસ દળ  તૈનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક મોબાઈલ બોમ્બ ડિસ્પોઝલ વાહન પણ રિજ પર જોવા મળ્યું હતું. રિજ અને માલ રોડ શિમલાના ખૂબજ જાણીતા પ્રાવાસન સ્થળો છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. પોલીસને ગુપ્તચર એજન્સીઓ તરફથી ઇનપુટ મળ્યા હતા કે પાકિસ્તાન સ્થિત એક યુનિટ નવા વર્ષના દિવસે રિજ પર બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના ઘડી રહ્યું છે.

આ બાબતે એલર્ટ મળ્યા બાદ પોલીસે પ્રવાસીઓને તેમની હોટલોમાં મોકલવાનું શરૂ કર્યું. જે બાદ નવા વર્ષની ઉજવણી કરવા આ સ્થળોએ ઉમટેલા હજારો પ્રવાસીઓને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.

પોલીસ અધિકારીઓએ અગાઉ જગ્યાઓની સ્કિનિંગ પાછળ ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે કહ્યું હતું. શિમલાના ડેપ્યુટી કમિશનર આદિત્ય નેગીએ પીટીઆઈને જણાવ્યું હતું કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રિજ ગ્રાઉન્ડ ખાતે હજારો લોકો એકઠા થયા હતા અને જિલ્લા વહીવટીતંત્રે ઓમિક્રોનના ફેલાવાને રોકવા માટે ભીડવાળા રિજ ગ્રાઉન્ડને ખાલી કરવાનો નિર્ણય લીધો હતો.આ સાથે જ શિમલાના પ્રચલીત  રિજ ગ્રાઉન્ડ પર બોમ્બ નિકાલ ટુકડીની હાજરી અંગે  સાવચેતીના પગલા તરીકે ફાયર એન્જિન સાથે ટુકડી પણ તૈનાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પાડોશી રાજ્ય હરિયાણાથી વિપરીત, હિમાચલ પ્રદેશે ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કોઈ નિયંત્રણો લાદ્યા નથી, ન તો નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા બે અઠવાડિયાથી શિલ્મા અને હિમાચલના અન્ય સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં બોમ્બની ધમકીથી પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો,જો કે પોલીસે સતર્ક રહીને દરેક પ્રવાસીઓને જાહેર સ્થળોથી પોતાની હોટલમાં રવાના કાર્યા હતા.