નવી દિલ્હીઃ હિમાચલપ્રદેશના શિમલાની સંજૌલી મસ્જિદ વિવાદ પછી હવે મંડીની ગેરકાયદેસર મસ્જિદનો વિવાદ ઉભો થયો છે. એક મસ્જિદનો વિવાદ હજી પૂરો નથી થયો ત્યાં બીજી મસ્જિદનો વિવાદ ચાલુ થઈ ગયો છે. શુક્રવારે હિન્દુ સંગઠન દ્વારા મંડીની મસ્જિદનો અમુક ભાગ ગેર કાયદેસર છે અને તેને તોડી પાડવામાં આવે તેવી માંગણી પ્રશાસન સમક્ષ કરી હતી. અમુક હિન્દુ સંગઠનો આ મસ્જિદ તરફ કૂચ કરી રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા તેમને પાછા તગેડવામાં આવ્યા હતા. કાયદો અને બંધારણનું પાલન બધાએ કરવાનું છે તેવું પોલીસ દ્વારા આવનાર ટોળાને સમજાવવામાં આવ્યા હતા.
પ્રશાસન તરફથી મંડીમાં 7 વોર્ડમાં ધારા 163(પહેલા 144) લગાવવામાં આવી દીધી છે છતાં પણ ઉશકરાયેલા ટોળાએ આ ગેરકાયદેસર મસ્જિદ તરફ આગેકૂચ કરી હતી જો કે પોલીસ બેરીકેટ લગાવીને તેમને રોક્યા હતા. ઘણા પ્રદશનકારીઓ બેરીકેટ તોડતા જોવા મળ્યા હતા તો ઘણા ધક્કા મુક્કી કરી રહ્યા હતા જેથી ટોળાને વિખેરવા માટે માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના બગડે તેનું ખાસ દયાન રાખ્યું હતું.