પાલઘરમાં સાધુઓની હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની શિંદે સરકારની તૈયારી
મુંબઈઃ મહારાષ્ટ્રની શિંદે સરકારે વર્ષ 2020માં પાલઘર જિલ્લામાં સાધુઓની લિંચિંગની તપાસ સીબીઆઈને સોંપવા માટે તૈયારી દર્શાવી છે. રાજ્ય સરકારે કોર્ટે એફિડેવિટ દાખલ કરીને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. શિંદે સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે, આ મોબ લિંચિંગની સીબીઆઈ તપાસ સામે કોઈ વાંધો નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર, પાલઘરમાં સાધોની હત્યાકાંડની સમગ્ર દેશમાં નિંદા કરવામાં આવી હતી. તે સમયે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં કોરોના લોકડાઉન હતું. તે સમયે રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડીની સરકાર હતી.સુશીલગીરી મહારાજ (ઉ.વ. 35) અને કલ્પવૃક્ષ ગિરી મહારાજ (ઉ.વ 70) અને નિલેશ તેલગડે (ઉ.વ. 30) નામના ડ્રાઈવરો સાથે 16 એપ્રિલ 2020ના રોજ રાત્રે 10 વાગ્યે મુંબઈના કાંદિવલીથી ગુજરાતના સુરત તરફ કારમાં સવાર થઈને અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. દરમિયાન, ગઢચિંચિલ ગામમાં ટોળાએ પોલીસ ટીમની હાજરીમાં તેના પર હુમલો કર્યો અને તેની નિર્દયતાથી હત્યા કરી.
ગ્રામજનોના ટોળાએ આ સાધુઓની કાર રોકી અને માર માર્યો હતો. આ કેસની તપાસ શરૂઆતમાં પાલઘર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને બાદમાં તપાસ રાજ્ય CID-ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારની તપાસ પર શંકા વ્યક્ત કરતા સાધુઓના સંબંધીઓ અને જુના અખાડાના સાધુઓએ સીબીઆઈ અને એનઆઈએ તપાસની અપીલ કરી હતી.