શિંદે જૂથ જ અસલી શિવસેના, મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો
મુંબઈ: શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં આપ્યો છે. નાર્વેકરના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો છે. નાર્વેકરે કહ્યુ છે કે શિવસેનાના 1999ના બંધારણ મુજબ, ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાની કોઈ શક્તિ નથી. સ્પીકરે આના પર ચૂંટણી પંચના નિર્ણય પર પણ સંમતિ વ્યક્ત કરી છે. સ્પીકરે કહ્યુ છે કે આખો મામલો એ છે કે અસલી શિવસેના કોણ છે? ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ બંને જ તેને લઈને દાવા કરે છે અને પાર્ટીના સંશોધિત બંધારણને માને છે. પરંતુ આ બંધારણીય સંશોધન ચૂંટણી પંચના રેકોર્ડમાં જ નથી.
મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે એકનાથ શિંદેના દળના 16 ધારાસભ્યોની અયોગ્યતાવાળી અરજી પર નિર્ણય આપતા કહ્યુ છે કે ચૂંટણી પંચ પાસે 1999નું બંધારણ છે અને તેના આધારે જ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પ્રમાણે શિંદે જૂથ જ અસલી શિવસેના છે. તેમણે કહ્યુ છે કે ખુદ ચૂંટણી પંચ પણ ધારાસભ્યોની સંખ્યા અને બંધારણના આધારે શિંદે જૂથને જ શિવસેનાનું અસલી અધિકારી માની ચુક્યું છે. તેમણે કહ્યુ છે કે ચૂંટણી પંચના નિર્ણયને મેં મારા નિર્ણયમાં ધ્યાનમાં રાખ્યો છે.
તેમણે કહ્યુ છે કે 2018માં સગઠનનો જે ઢાંચો છે, તેને જ માન્ય રખાશે. તેમણે કહ્યુ છે કે તેના પછી શિવસેનામાં સંગઠનની ચૂંટણી જ થઈ ન હતી, જે બંધારણ પ્રમાણે જરૂરી હતી.
મહત્વપૂર્ણ છે કે આજના નિર્ણય પહેલા સ્પીકર દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત પર ઉદ્ધવ જૂથે પહેલા જ સુપ્રીમ કોરટ્નો દરવાજો ખખડાવ્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે નિર્ણય પહેલેથી નક્કી છે અને તે જાણે છે કે તેમની વિરુદ્ધ જ નિર્ણય જશે. આદિત્ય ઠાકરેએ કહ્યુ છે કે પહેલી વાત એ છે કે અમે જોયું કે સ્પીકરે નિર્ણય પહેલા મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. પછી એ ધારણા આપવાનીકોશિશ કરવામાં આવી કે જેને ન્યાય આપવાનો હતો, તે આરોપી પાસે જાય. ઈતિહાસમાં આવું ક્યારેય થયું નથી. શું ક્યારેય કોઈ જજ નિર્ણય પહેલા આરોપીને મળે છે?
સ્પીકરના નિર્ણય પહેલા મહારાષ્ટ્રના ડીજીપી રશમિ શુક્લાએ ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવિસ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં નિર્ણયની સંવેદનશીલતાને જોતા પહેલા જ સ્પીકર રાહુલ નાર્વેકરના બંગલાની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી. ધારાસભ્યોના ભવિષ્ય પર નિર્ણય પહેલા રવિવારે સીએમ એકનાથ શિંદેની સ્પીકર સાથેની મુલાકાત પર સવાલ ઉઠયા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે આ પ્રકારની મુલાકાત 10મી અનુસૂચિ હેઠળ નિયમોનો ભંગ છે. સ્પીકરે કોઈ દબાણમાં આવીને સ્વચ્છ નિર્ણય લેવો જોઈએ.
ઉદ્ધવ ઠાકરે જૂથ પર સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યુ હતુ કે આ પ્રકારનો સવાલ ખોટો છે. તેમણે કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરેએ જાણવું જોઈએ કે સીએમ શું સ્પીકરને મળવા આવ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ હતુ કે તેઓ પૂર્વ સીએમ છે. તેમણે સ્પીકરની ભૂમિકા સમજવી જોઈએ. સ્પીકર ઘણાં કામકાજ માટે મુખ્યમંત્રીને મળે છે. ઉદ્ધવ ઠાકરે જ્યારે સીએમ હતા, તો તેમણે જાણવું જોઈતું હતું કે સ્પીકરનું વિધાનસભામાં શું કામ હોય છે. આવા ઘણાં મામલા હોય છે, તેને લઈને મુખ્યમંત્રીએ સ્પીકરની પાસે જવાનું હોય છે અને મળવાનું હોય છે.