Site icon Revoi.in

સોમાલિયાના તટ પરથી 15 ભારતીય સદસ્યો સાથેનું જહાજ હાઈજેક, એક્શનમાં નૌસેના

Social Share

નવી દિલ્હી: આફ્રિકન દેશ સોમાલિયાના તટ પરથી એક માલવાહક જહાજના હાઈજેક થવાના અહેવાલ છે. આ જહાજ પર ચાલકદળમાં 15 ભારતીય સદસ્યો સવાર છે. હાઈજેકિંગની જાણકારી મળ્યા બાદ ભારતીય નૌસેના એક્શન મોડમાંછે. નૌસેનાએ આના સંદર્ભે અપડેટ પણ જાહેર કરી છે. ભારતીય નૌસેના હાઈજેક કરવામાં આવેલા જહાજની આસપાસની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહી છે.

ભારતીય નૌસેનાને માલવાહક જહાજના હાઈજેક થવાની જાણકારી ગુરુવારે સાંજે મળી હતી. તેના પ્રમાણે, આ જહાજ સોમાલિયાના તટ પાસેથી હાઈજેક થયું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૈન્ય અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે જહાજ પર લાઈબેરિયાનો ઝંડો લાગલો છે અને તેનું નામ એમવી લીલા નોરફોક છે. આના પર ચાલકદળના 15 સદસ્યો ભારતીય છે.

અધિકારીઓનું કહેવું છે કે હાઈજેક કરાયેલા જહાજની ગતિવિધિઓ પર સતર્કતાપૂર્વક નજર રાખવા માટે ભારતીય નૌસેનાના વિમાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ચાલકદળ સાથે કમ્યુનિકેશન સફળતાપૂર્વક સ્થાપિત કરી લેવામાં આવ્યું છે. તેનાથી જહાજની સ્થિતિનું આકલન કરવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. અધિકારીઓનું કહેવું છે કે ભારતીય નૌસેનાનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઈ સ્થિતિનો સામનો કરવા હાઈજેક થયેલા જહાજ તરફ આગળ વધી રહ્યું છે. ગુનેગારોની ઓળખ સહીત અપહરણ સંદર્ભે વિવરણ હાલ અજ્ઞાત છે.

મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી માલવાહક જહાજો પર સમુદ્રી હુમલામાં અચાનક વધારો થયો છે. આના પહેલા અરબી સમુદ્રમાં પોરબંદર તટથી નજીક 23 ડિસેમ્બરે એક વ્યાપારીક જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. જહાજના ચાલકદળમાં 21 ભારતીયો સામેલ હતા. આ ઘટના એ સમયે થઈ હતી, જ્યારે ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયલ-હમાસ ઘર્ષણ વચ્ચે લાલ સાગરમાં જહાજો પર હુમલા તેજ કર્યા.

આ કારણ છે કે ભારતીય નૌસેનાએ હાલમાં વ્યાપારીક જહાજો પર હુમલાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અરબી સમુદ્ર અને અદનની ખાડીમાં પોતાના નિરીક્ષણ તંત્રને વધાર્યું છે. નૌસેનાએ અગ્રિમ પંક્તિના ડિસ્ટ્રોયર અને યુદ્ધજહાજ તહેનાત કરીને મોનટરિંગનું સ્તર વધાર્યું છે. વાણિજ્યિક ખનીજ તેલની ટેન્કર એમવી સાઈંબાબા ભારત તરફ જઈ રહ્યું હતું અને તે દિવસે દક્ષિણી લાલ સાગરમાં એક શંકાસ્પદ ડ્રોન હુમલાનો ભોગ બન્યું.

નૌસેનાએ કહ્યું છે કે ગત કેટલાક સપ્તાહમાં લાલસાગર, અદનની ખાડી અને મધ્ય-ઉત્તરીય અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ લેનમાંથી પસાર થનારા વ્યાપારીક જહાજોની સમુદ્રી સુરક્ષા સાથે સંબંધિત ઘટનાઓ વધી છે. તેમાં ભારતીય તટથી લગભગ 700 નોટિકલ માઈલ દૂર જહાજ એમવી રુએન પર તાજેતરમાં થયેલા ચાંચિયાઓના હુમલાની ઘટનાનો પણ ઉલ્લેખ છે. ભારતીય નૌસેનાએ બુધવારે કહ્યું હતું કે તેના જહાજ અને વિમાન નિરીક્ષણ વધારવા અને સમુદ્રી સુરક્ષા અભિયાન ચલાવવા માટે મિશન અવસ્થામાં તહેનાત રહેશે.