Site icon Revoi.in

શિરડી સાંઈબાબા મંદિરના દાન પર છેલ્લા ત્રણ વર્ષમાં લગાવેલા 175 કરોડના ઈન્કમટેક્સમાં છૂટ આપવામાં આવી

Social Share

નાસિકઃ- શિરડી સાંઈબાબા મંદિર કે જ્યાં દેશ વિદેશથી ભક્તો આવતા હોય છે.શ્રદ્ધાળુઓ અહી મોટી સંખ્યામાં સાંઈબાબાના દર્શનાર્થે આવે છે,મંદિરને લાખો લોકો દાન પણ આપતા હોય છે ,આ રીતે મંદિર પણ પોતાનો ટેક્સ સરકારને ચૂંકવે છે જો કે છેલ્લા 3 વર્ષથી સાંઈબાબ મંદિર પર લગાવેલા  ચેક્સને  ભરવામાંથી મૂક્તી આપી હોવાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે શ્રી સાંઈબાબા મંદિર ટ્રસ્ટને છેલ્લા 3 વર્ષમાં 175 કરોડ રુપિયાના ઈન્કમટેક્સમાંથી છૂટ આપવામાં આવી છે.આ બાબતે વિતેલા દિવસને શુ્કરવારના રોજ અધિકારીઓએ આ અંગેની જાણકારી શેર કરી લહતી.આ બાબતને લઈને કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટના આદેશ બાદ મંદિરને આ આયકર ભરવાથીથી છૂટ આપવામાં આવી છે, ત્યારે હવે મંદિરને 175 કરોડ રુપિયાના કર ભરવામાંથી મૂક્તિ અપાઈ છે.

વાત જાણે એમ હતી કે વર્ષ 2015-2016માં ઈનકટેક્સની વર્ગીકરણ કરતા આયકર વિભાગને ખરબ પડી હતી કે શ્રી સાંઈબાબા સંસ્થાન ઘાર્મિક ટ્રસ્ટ નગી પરંતુ એક ઘર્માથ ટ્રસ્ટ છે આ આધારને લઈને દાનપેટીમાં પ્રાપ્ત થયેલી રકમ પર 30 ટકા ટેક્સ લગાવતા 183 કરોડ રુપિયાનું કર પે કરવાની નોટીસ જારી કરાઈ હતી. ત્યાર બાદ હાઈકોર્ટેમાં એક રિટ પીટીશન ગદાખલ કરવામાં આવી જેમાં જેમણે “કરની આકારણી બાકી હોય તેવા કર પર સ્ટે મૂકવાનો આદેશ આપ્યો હતો.” 

ત્યારે હવે આયકર વિભાગે  શ્રી સાંઈ બાબા સંસ્થાન એક ઘાર્મિક અને ઘર્માથ ટ્ર્સ્ટ તરીકે  સ્વિકાર કરતા દાનપેટીમાં દાન પર લાગતા કરમાંછી મૂક્તિ આપી છે.જે હેઠળ છેલ્લા 3 વર્ષ।માં લગાવેલા 175 કરોડ રુપિયાના ઈન્કમટ્ક્સ ભરવો પડશે નહી.