- શર્ટમાં કોટન, શિલ્કની ખાસ ફેશન
- યુવતીઓને આકર્ષક અને પ્રોફેશનલ લૂક આપે છે શર્ટ
યુવતીઓ પોતાને આકર્ષક લૂક આપવા અવનવા પરિધાન ધારણ કરે છે, જેમાં આજકાલ વેસ્ટર્ન કપડાનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આજ શ્રેણીમાં શર્ટનોને ક્રેઝ પણ વધી રહ્યો છે, યુવતીઓ ઓફીસમાં પોતાને પ્રોફેશનલ લૂક આપવા શર્ટને અપનાવી રહી છે, જો કે પહેલાના વખત માં શર્ટ એટલે માત્ર ઓફીસ વર્ક પુરતા જ પહેરવામાં આવતા હતા ત્યારે હવે બદલતા સમયની સાથે ઘણું બદલાયું છે હવે યુવતીઓ પોતાને સ્ટાઈલીશ બનાવવા માટે શર્ટ પહેરતી થઈ છે.
યુવતીઓએ છોકરાઓના પહેરવેશ ઘારણ કરતી થઈ છે જેમાં એક શર્ટનો સમાવેશ થાય છે.ફેશન વર્લ્ડમનાં હાલના સમયમાં શર્ટ અને ટી શર્ટ ન્યૂ ફેશન ટ્રેન્ડ તરીકે ઊભરી આવ્યા છે. ખાસ કરીને કોલેજ ગર્લ્સ માટે શર્ત બેસ્ટ ઓપ્શન જોવા મળે છે.
જૂદા જૂદા રંગના શર્ટ હવે માર્કેટમાં જોવા મળી રહ્યા છે. વ્હાઇટ શોર્ટ એન્ડ ફિટ શર્ટ તથા તેની સાથે બ્લૂ જિન્સ પહેરવાનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ યુવતીઓ પોતાની પસંદ ડેનિમના શર્ટ પર ઉતારી રહી છે.
ખાસ કરીને શર્ટ માં ઉપરથી નીચે સુધી શર્ટની જેમ બટન હોય છે. તેથી તેને શર્ટ ડ્રેસ કહેવાય છે. તે વિધાઉટ કોલર, વિથ કોલર પણ જોવા મળે છે,તેની લેન્થ શોર્ટ અને લોંગ એમ બન્ને જોવા મળે છે.પાતળા ફિગર વાળા લકોને શોર્ટ શર્ટ શૂટ થાય છે જ્યારે થોડા બોડીમાં હોય તેવા લોકો લોંગ અને ઢીલા શર્ટ પહેરવાનું પસંદ કરે છે.
આ શર્ટડ્રેસ ખાસ કરીને જિન્સ, લેગિંગ્સ સાથે પહેરી શકાય છે, જે આપને સ્ટાઇલિશ લુક પ્રદાન કરે છે. શટ્સમાં ખાસ કરીને આઇસી, બ્લૂ, પેલ યલો, મેંગો, લાઇટ પિન્ક, ઓલ્ડ રોઝ, માઇલ્ડ ગ્રીન, વ્હાઇટ કલર ઘણા વધુ જોવા મળે છે. જિન્સ પર કે બીજા ફોરમલ પેન્ટ પર આ બધા કલર સૂટ થાય છે.
જો તમે ઓફીસ માટે શર્ટની પસંદગી કરો છો તો ખાસ કરીને બ્લેક ફોર્મલ પેન્ટ સાથે લાઈટચ ખૂલ્લા કલરના શર્ટ વધુ શોભે છે,આ સિવાય શર્ટ સ્લિવવાળા અને સ્લિવલેસ પણ મળે છે. શર્ટમાં અનેક પ્રકાર જોવા મળે છે.જે યુવતીઓને સ્ટાઈલીશની સાથે સાથે હોટ લૂક પણ આપે છે જેમાં ખાસ ફિચીંગ વાળા શર્ટ બોડિ શેપને શો કરે છે.જે યુવતીઓ પસંદ કરી રહી છે.