- શિવસેનાએ ફ્લોર ટેસ્ટ સામે SCમાં અરજી કરી
- આંજે સાંજે આ મમાલે થશે સુનાવણી
મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ મચવા પામી છે આવી સ્થિતિ વચ્ચે રાજ્યપાલે શિવસેનાને ફ્લોર ટેસ્ટની અગ્નિપરિક્ષામાંથી પસાર થવા કહ્યું છે ,શિવસેનાને ફ્લોર ટેસ્ટ માટેનો આદેશ આપવામાં આવ્યો હતો જો કે હવે શિવસેનાએ ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાના રાજ્યપાલના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશ વિરુદ્ધ શિવસેનાના ચીફ વ્હીપ સુનિલ પ્રભુ વતી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આજે સાંજે 5 વાગ્યે આ અંગે સુનાવણીનો સમય નક્કી કર્યો છે. આ સાથે કોર્ટે તમામ પક્ષકારોને બપોરે 3 વાગ્યા સુધીમાં અરજીની નકલ કહેવામાં આવ્યું છે.
સંજય રાઉતે આ મામલે જણઆવ્યું છે કે કહ્યું, “હાલમાં 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો કોર્ટમાં પેન્ડિંગ પડ્યો છે. આવી સ્થિતિમાં તે પહેલા ફ્લોર ટેસ્ટનો આદેશ આપવો એ ખોટું અને સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.
આ સુનાવણી મામલે શિવસેના તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી શિવસેનાનું પ્રતિનિધિત્વ કરશે. તેણે કોર્ટ પાસે માંગ કરી છે કે રાજ્યપાલના નિર્ણય પર સ્ટે મુકવાની માંગ કરી છે અને એમ પણ કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. ફ્લોર ટેસ્ટ ઓર્ડરનો વિરોધ કરતા સંજય રાઉતે કહ્યું કે આ નિર્ણય ગેરબંધારણીય છે અને તેના દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે.