Site icon Revoi.in

મુસ્લિમ તૃષ્ટીકરણના આક્ષેપનો સામનો કરતી કોંગ્રેસ અને NCPથી શિવસેનાના ધારાસભ્યો નારાજ

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો વધારે ઘેરાયેલા છે, શિવસેના જ ધારાસભ્ય એકનાથ શિંદે સહિત 40 જેટલા ધારાસભ્યોએ સરકાર સામે બળવાનું રણશીંગુ ફુક્યું છે. મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરે, એનસીપીના શરદ પવાર અને કોંગ્રેસમાં બેઠકોનો દર શરૂ થયો છે. દરમિયાન શિવસેના ઉપરાંત એનસીપી અને કોંગ્રેસના પણ 70 જેટલા ધારાસભ્યો પણ સરકારથી નારાજ હોવાનું જાણવા મળે છે. શિવસેનાના ધારાસભ્યો એનસીપી અને કોંગ્રેસથી નારાજ હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વ મુદ્દે સમાધાન કરીને ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. એટલું જ નહીં કોંગ્રેસ અને એનસીપી સામે અગાઉ પણ મુસ્લિમ તૃષ્ટીકરના ગંભીર આક્ષેપ થઈ ચુક્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારથી નારાજ શિવસેનાના જ ધારાસભ્ય એકનાથ શિંદે સહિત 30 જેટલા ધારાસભ્યો ગુજરાતના સુરત આવ્યાં હતા. તેમજ સુરતની એક હોટલમાં રોકોયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના નેતાએ આ ધારાસભ્યો સાથે મીટીંગ કરી હતી. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી હતી. તેમજ બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન એકનાથ શિંદેએ શિવસેનાથી નારાજગી હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ બાલાસાહેબ ઠાકરેના હિન્દુત્વનો ઉલ્લેખ કરીને શિવસેના છોડવાનો ઈન્કાર કરીને ભાજપ સાથે સરકાર બનાવવા માંગણી કરી હતી. દરમિયાન આજે શિવસેનાના નારાજ ધારાસભ્યોથી સુરતથી ગુવાહાટી પહોંચ્યાં હતા.

ગોવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે, શિવસેનાના કુલ 55માંથી 40 ધારાસભ્યો તેમની સાથે છે, આ ઉપરાંત 7 અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન છે. એકનાથ શિંદે એનસીપીથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીના કેટલાક ધારાસભ્યો પણ નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. શિવસેનાના સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરે સામે અગાઉ બોલીવુડના સુપરસ્ટાર સુશાંતસિંહ રાજપુતના અપમૃત્યુ કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણી અંગે ભાજપના નેતા અગાઉ નારાયણ રાણેએ ગંભીર આક્ષેપ કર્યાં હતા. જો કે, સમગ્ર કેસમાં પોતાનો કોઈ પણ રોલ નહીં હોવાનો અગાઉ આદિત્ય ઠાકરેએ બચાવ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપ 105 બેઠકો સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. શિવસેનાના 56, એનસીપીના 53 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સાથે મળીને સીએમ ઠાકરેએ સરકાર બનાવી હતી. વિધાનસભામાં 288 બેઠકો પૈકી બહુમત માટે 145 ધારાસભ્યોની જરૂર છે. જ્યારે પૂર્વ મંત્રી અનિલ દેશમુખ (કોંગ્રેસ) અને નવાબ મલિક (એનસીબી) હાલ વિવિધ કેસમાં જેલમાં બંધ છે. મલિક સામે અન્ડરવર્લ્ડ સાથે સંબંધ મુદ્દે આક્ષેપ થયાં હતા. મનીલોન્ડરિંગ કેસમાં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઈડીએ પણ પૂર્વ મંત્રી અનિલ દેશમુખની અન્ય કેસમાં ધરપકડ કરાઈ છે. સીએમ ઠાકરે સરકાર સામે શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોએ બળવો કરતા રાજકીય ગરમાવો આવ્યો છે, નારાજ ધારાસભ્યોને મનાવવા ડેમેજ કન્ટ્રોલની કવાયત કરવાને બદલે કોંગ્રેસ-એનસીપી આ મામલો શિવસેનાનો આંતરીક હોવાનું કારણ આગળ ધરીને સમગ્ર ઉથલ-પાથલથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે.

(Photo-File)