Site icon Revoi.in

શિવસેનાના નારાજ ધારાસભ્યોના જૂથની નવી પાર્ટીનું નામ હશે શિવસેના બાલાસાહેબ ઠાકરે ?

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે, બીજી તરફ ગુવાહાટીમાં બેઠેલા શિવસેનાના નારાજ ધારાસભ્યોના ગ્રુપ દ્વારા નવી પાર્ટીનું નામ બાલાસાહેબ ઠાકરેના નામ ઉપરથી રાખવાની વિચારણા ચાલી રહી છે. બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદે જૂથના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. એકનાથ શિંદે અને તેમનું જૂથ શિવસેનાના ચૂંટણી ચિન્હ ઉપર પણ દાવો કરે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સહિત 38 જેટલા ધારાસભ્યોએ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પોતાને શિવસેનાના સૈનિક દર્શાવીને બાલા સાહેબના હિન્દુત્વને અનુસરતા હોવાનો દાવો કર્યો હતો. જ્યારે ઠાકરે પાર્ટીના એજન્ડાને ભૂલ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. નારાજ ધારાસભ્યોએ પક્ષના નેતા તરીકે એકનાથ શિંદેની પસંદગી કરીને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને રાજ્યપાલને જાણ કરી હતી. બીજી તરફ સીએમ ઠાકરે અને તેમના સમર્થકોમાં સરકાર જવાની સાથે પાર્ટી પણ જવાનો ભય સતાવી રહ્યો છે. જો કે, એકનાથ શિંદે સહિતના અન્ય ધારાસભ્યોએ પાર્ટીના નવા નામ અંગે મંથન શરૂ કરી દીધું છે.