Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં 26 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિરઃ કટ્ટરપંથિઓએ સળગાવી નાંખ્યું હતુ મંદિર

Social Share

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ પરિસ્થિતિ હાલ થાળે પડી રહી છે. તેમજ આતંકવાદી પ્રવૃતિમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ પણ આતંકવાદીઓ સામે અભ્યાન હાથ ધર્યું છે. દરમિયાન શ્રીનગરમાં 26 વર્ષ બાદ ઐતિહાસિક શિવ મંદિર ખોલવામાં આવ્યું છે. આ શિતલનાથ મંદિર 700 વર્ષ જૂનું છે. 90ના દાયકામાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. તેમજ અનેક કાશ્મીરી પંડિતો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરાયાં બાદ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સ્થાપના કરી હતી. બે વર્ષ પહેલા લેવાયેલા આ નિર્ણય બાદ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. તેમજ 90માં દાયકામાં કટ્ટરપંથીઓએ હિન્દુઓના ધાર્મિક સ્થળોને કરેલા નુકસાનની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી હતી. તેમજ તેને ફરીથી ખોલવાની કવાયત શરૂ કરી હતી. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદથી આ મંદિર બંધ પડ્યુ છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે આગ્રહ કરીને ઐતિહાસિક શીતલનાથ મંદિરને ફરી ખોલાવ્યુ અને ત્યાં ભગવાન શિવનો અભિષેક કર્યો હતો. પૂજા અર્ચનાની પહેલા સ્થાનીય પ્રશાસને આ શિવ મંદિરની સાફ સફાઈ કરાવી હતી. આ બાદ મંત્રીએ મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરી જળ ચઢાવ્યું હતું.

વર્ષ 1995માં ચરારે શરીફની દરગાબમાં થયેલા અગ્રિકાંડ બાદ કશ્મીરી અલગાવવાદીઓ અને આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીના સૈંકડો મંદિરો પર હુમલો કરીને તેમને વેરવિખેર કરી નાંખ્યું હતુ. જેમાંથી અનેક મંદિરને સળગાવી દીધું હતુ. તેમાં શીતલનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના હજારો વર્ષના ઈતિહાસમાં ચિત્રિત કરવા માટે ઋષિ કલ્હાણે 1148-49માં રાજતરંગિણીની રચના કરવામાં આવી હતી. આ કાવ્ય રચનામાં શીતલનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર કાશ્મીરના સેંકડો વર્ષ જૂના મંદિરમાંથી એક છે.