- શિવાજી મહારાજની તલવાર લવાશે બ્રિટનથી
- સુનક સરકાર કરશે સહયોગ
મુંબઈઃ- છત્રપતિ શિવાજી મહારાજની કેટલીક વસ્તુઓ આજે પણ દેશમાં સંગ્રહ છે જો કે તેમાંથી એક તલવાર જે ભારતની બહાર છે,જી હા શિવાજી મહારાજની તલવાર બ્રિટન પાસે છે ત્યારે હવે બ્રિટનની સત્તામાં વડાપ્રધાન પદ પર ભારતીય મૂળના ઋષિ સુનક આવતા જ ભારતે આ તલવાર પરત લાવવાની ગતિવિધીઓ તેજ કરી છે.
મહારાષ્ટ્ર સરકારને આશા છે કે તેમની વર્ષો જૂની માંગ હવે પૂરી થઈ શકે છે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું કે રાજ્ય સરકાર 2024 પહેલા છત્રપતિ શિવાજી મહારાજની ‘જગદંબા’ તલવાર પરત લાવવા માટે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક સાથે ચર્ચા કરશે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી મુનગંટીવારે પત્રકારોને ગુરુવારે કહ્યું, “અમે કેન્દ્ર સરકાર સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો જ્યારે ઋષિ સુનક યુકેના પીએમ બન્યા. તેમના લોભને કારણે, અંગ્રેજોએ અહીંથી શિવાજી મહારાજની તલવાર લઈ લીધી, કારણ કે તે હીરાથી ભરેલી હતી. પરંતુ અમારા માટે તે અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે છત્રપતિ શિવાજી મહારાજની તલવાર હતી.તલવારને પાછી લાવવાની માંગ ઘણી જૂની છે અને સૌપ્રથમ લોકમાન્ય ટિળકે ઉઠાવી હતી.