શિવાંશના પિતા સચિનના મહેંદી ઉર્ફે હીના સાથે લગ્નેત્તર સંબંધઃ હીનાની હત્યા બાદ બાળકને તરછોડ્યો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા પાસેથી શુક્રવારે રાત્રે મળેલા બાળકને લઈને રાજ્યભરમાં આ મદ્દો ટોક આફ ઘ સ્ટેટ બન્યો હતો. નાનકડાં ભૂલકોને કોણ છોડી ગયું. અરે આવા ફૂલ સમા બાળકને તરછોડી જનારા તેના માત-પિતાના જરાપણ દયા આવી નહીં?, બાળક એટલું ક્યુટ હતું કે, બાળકને દત્તક લેવા માટે પણ અનેક પરિવારો પૂછતાછ કરવા લાગ્યા હતા. દરમિયાન રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બાળકના માત-પિતાને શોધવા પોલીસને આદેશ આપતા એલસીબી,એસઓજીથી લઈને પોલીસ તંત્ર કામે લાગ્યું હતું. અને બાળકને તરછોડી જનારા તેના પિતા સચિન દિક્ષિતને રાજસ્થાનના ક્વાટાથી ઝડપી લીધો હતો. સચિનને ગાંધૂનગર લાવીને આજે રવિવારે પોલીસે સતત પૂછપરછ કરીને માહિતી ઓકાવી હતી. બાળકનું સાચુ નામ શિવાંશ છે. વડોદરામાં રહેતી મહેંદી નામની યુવતી સાથેના લગ્નેત્તર સંબધને કારણે આ બાળકનો જન્મ થયો હતો. દરમિયાન પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી છે કે, સચિન અને તેની પ્રેમિકા મહેંદી ઊર્ફે હીના 2019 થી લાંબા સમયથી બંન્ને લિવઇનમાં રહેતા હતા. જેના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. જો કે શિવાંશના જન્મ બાદ હીના દ્વારા વારંવાર સચિન પર લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેનાથી કંટાળેલા સચિને આખરે હીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હિનાની હત્યા કર્યા બાદ શિવાંશને ગૌશાળા મુકીને રૂટીન કાર્યક્રમ અનુસાર તેઓ કોટા ફરાર થઇ ગયો હતો.
સમગ્ર દેશભરમાં ચકચાર મચાવનાર ગાંધીનગરમાં બાળકને ત્યજી દેવાના મામલે ગઈકાલે રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો ઘટસ્ફોટ કરી તેના પિતા સચિન દીક્ષિત દ્વારા તેને તરછોડી દેવાયાનો ઘટસ્ફોટ કરાયો હતો. ત્યારે મોડી રાત્રે પોલીસ દંપતિને કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી હતી. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્ને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. જેમાં શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે.
ગાંધીનગરમાં તરછોડાયેલા માસુમ શિવાંશને ખબર પણ નથી કે આખરે તેના સંબંધીઓએ તેની સાથે શુ ખેલ ખેલ્યો છે. 20 કલાક માતાપિતા વગર તરછોડાયેલા શિવાંશના વાલીનુ આખરે પગેરુ મળી ગયુ છે. તેના પિતા સચિન દિક્ષિતનો ભાંડો ફૂટી ગયો છે. પરંતુ હવે શિવાંશની રિયલ માતાની માહિતી પણ સામે આવી છે. શિવાંશની માતા વડોદરાની હોવાનો ખુલાસો થયો છે. સચિનની પ્રેમિકા અને શિવાંશની માતાનું નામ મહેંદી ઉર્ફે હોવાનો ખૂલાસો થયો છે. તો બીજી તરફ, સચિનની પત્ની પહેલે જ પોલીસે કહી ચૂકી છે કે તે શિવાંશની માતા નથી અને બાળક વિશે તે કંઈ જાણતી નથી. મહેંદી અને સચિન બંને એક જ ઓફિસમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
શિવાંશની માતા અને સચિનની પ્રેમિકા મહેંદી હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જોકે, સમગ્ર મામલામાં મહેંદી હજી સુધી પોલીસ સામે આવી નથી. શિવાંશ ગુમ થયા બાદથી મહેંદી ક્યાંય ચર્ચામાં નથી. તે કોણ છે, હાલ ક્યાં છે તેની ચર્ચા ઉઠી છે. તો સાથે જ મહેંદીની બહેન પણ મીડિયા સામે આવી છે. મહેંદીને બહેન અને શિવાંશની માસીએ મીડિયા સામે કહ્યું કે, એ લોકો વડોદરા હતા, અને કેવી રીતે બાળક ગાંધીનગર આવ્યો તે ખબર નથી. તેની માતા ક્યારેય બાળકને એકલી મૂકતી ન હતી. હાલ મારી બહેન મહેંદી ક્યા છે તેની માહિતી પણ અમને નથી.
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે કોઈ અજાણ્યો ઈસમ ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. ત્યારે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એને ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાની આગેવાની ઓપરેશન શિવાંશ શરૂ થયું હતું.
બીજી તરફ ગણતરીની મિનિટોમાં ગાંધીનગરમાં બાળક તરછોડી દેવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સૌ કોઈની નજર ગાંધીનગર પોલીસની તપાસ પર મંડાયેલી રહી હતી. જ્યારે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. રાજ્યના જિલ્લા પોલીસ વડાઓને પણ બાળકની ભાળ શોધી કાઢવા આદેશો આપી દીધા હતા. ગાંધીનગર પોલીસે 400થી વધુ સીસીટીવીની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં બે વખત કેદ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એક ટીમ તુરત સેક્ટર-26 દોડી ગઈ હતી. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાંની વિગતો મળી આવી હતી.
દરમિયાન પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, સચિન અને તેની પ્રેમિકા મહેંદી ઊર્ફે હીના 2019 થી લાંબા સમયથી બંન્ને લિવઇનમાં રહેતા હતા. જેના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. જો કે શિવાંશના જન્મ બાદ હીના દ્વારા વારંવાર સચિન પર લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેનાથી કંટાળેલા સચિને આખરે હીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હિનાની હત્યા કર્યા બાદ શિવાંશને ગૌશાળા મુકીને રૂટીન કાર્યક્રમ અનુસાર તેઓ કોટા ફરાર થઇ ગયો હતો.