- સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય
- સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય
- વેપારીઓએ યોજી મૌન રેલી
ગીર સોમનાથ: શિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના હેતુથી મંદિરમાંથી બહાર નીકળવાનો કાયમી માટેનો રસ્તો બંધ કરી ચોપાટી તરફ એકઝીટ કરાયો છે. જેને કારણે શોપિંગ સેન્ટરના વેપારીઓની આજીવિકા ઉપર માઠી અસર પડશે.
આ મુદ્દે વેપારીઓએ શોપિંગ સેન્ટર થી સોમનાથ વીઆઇપી ગેસ્ટહાઉસ સુધી મૌન રેલી યોજી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પીકે લહેરી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે બેઠક કરવા પહોચ્યા હતા પરંતુ આ મામલે હજુ સુધી ઉકેલ આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને મંદિરના દ્વારા પણ ક્યારેક કોરોનાને લહેરને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવતા હતા. હવે માહોલ ઠીક થતા લોકોને ફરીવાર ભગવાનના દર્શન કરવાની તક મળી છે ત્યારે મંદિરમાં ભક્તોની સંખ્યામાં પણ શિવરાત્રીના દિવસે જોરદાર ભીડ જોવા મળી શકે તેમ છે.