ઈટાવા: અયોધ્યામાં રામમંદિરને લઈને કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપનારા યુપીના તત્કાલિન સીએમ મુલાયમસિંહ યાદવના ભાઈ અને સમાજવાદી પાર્ટીના મહાસચિવ શિવપાલસિંહ યાદવે રામમંદિરને લઈને ચોંકાવનારી નિવેદનબાજી કરી છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે ભાજપ મંદિરના પ્રચારમાં લાગેલું છે અને તેનો સંપૂર્ણ ખર્ચ સરકારનો થઈ રહ્યો છે. શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે જે નાણાંથી બેરોજગાર યુવાઓને નોકરી આપવી જોઈતી હતી, પરંતુ તેમ નહીં કરીને કામ વગરનો ખર્ચ થઈ રહ્યો છે.
સમાજવાદી પાર્ટીના નેતાએ કહ્યુ છે કે સવારે ટેલિવિઝન ખોલો તો આજકાલ માત્ર મોદી અને યોગી સિવાય કંઈ દેખાય રહ્યું નથી. શિવપાલે કહ્યુ છે કે મંદિર સિવાય કંઈ દેખાય રહ્યું નથી. એવું લાગે છે કે ભગવાન રામ માત્ર ભાજપના છે, પરંતુ રામ સૌના છે. ભગવાનને ગરીબ, પછાત, દલિત તો વધારે માને છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના કાકા શિવપાલસિંહ યાદવે કહ્યુ છે કે ભાજપ રામમંદિરના પ્રચારમાં લાગેલુ છે. તેમણે કહ્યુ છે કે વોટ માટે ભાજપ સવારથી સાંજ સુધી તેના પ્રચારમાં લાગેલું હોય છે અને તમામ નાણાં સરકારના ખર્ચાય રહ્યા છે, જે નાણાંથી મોંઘવારી રોકાવાની હતી. નોકરી આપવી જોઈતી હતી, પરંતુ તેમ નહીં કરીને કામ વગરનો (ફિજૂલ) ખર્ચ થઈ રહ્યો છે.
આ પહેલા આરજેડીના નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યુ હતુ કે મંદિરથી વધારે જરૂરી હોસ્પિટલ અને સ્કૂલ છે. તેમણે કહ્યુ હતુ કે બીમાર પડશો તો હોસ્પિટલ જશો ને ? ભૂખ લાગશે અને મંદિર જશો તો ભોજન મળશે? ત્યાં તો ઉલ્ટૂ દાન માગી લેશે તમારી પાસેથી.
બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યુ હતુ કે તમારે લોકોએ જાગવું પડશે. હું કોઈ ધર્મ પર સવાલ ઉઠાવી રહ્યો નથી. હું તો ખુદ મુંડન કરાવીને આવ્યો છું. છઠ્ઠ પૂજા મારા ઘરે પણ થાય છે. ભગવાન મારા દિલમાં છે. આ લોકો (ભાજપ) બસ કહે છે, અમે ભગવા લઈ આવ્યા. શું આ લોકો લાવ્યા છે? આપણા તો તિરંગામાં પણ ભગવો છે, લીલો પણ છે. પરંતુ જો લીલો ઝંડો લઈને ફરશો, તો કહેશે કે જુઓ નફરત પેદા કરાય રહી છે. જેથી લોકો પરસ્પર લડતા રહે. લાખો કરોડો રૂપિયા જે અયોધ્યામાં ખર્ચ થઈ રહ્યા છે, તેટલામાં કેટલા લોકોને નોકરી મળી જાત, શિક્ષણ મળી જાત.