મુંબઈ: શિવસેના – (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે અયોધ્યામાં રામમંદિર તે સ્થાન પર બની રહ્યું નથી, જ્યાં બાબરી મસ્જિદ હતી. તેમણે કહ્યુ છે કે મંદિર વહી બનાયેંગે, મંદિર વહી બનાયેંગે બોલીને વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરાયો, પરંતુ મંદિર ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર કેમ બનાવાય રહ્યું છે?
રાઉતે કહ્યુ છે કે બાબરી મસ્જિદના મોટા ગુંબજની નીચે જ ભગવાન શ્રીરામલલાનો જન્મ થયો હતો, માટે ત્યાં મંદિર બનાવવા માટે મસ્જિદ તોડવામાં આવી. પછી ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર મંદિર કેમ બનાવાય રહ્યું છે.
તેમણે સવાલ પુછયો કે જો ત્રણ કિલોમીટર દૂર જ મંદિર બનાવવું હતું? હિંદુ – મુસ્લિમ સમુદાયની વચ્ચે નફરત કેમ ફેલાવાય. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આની પાછળ માત્ર અને માત્ર રાજનીતિ છે. અમે હિંદુઓને દેશહિતમાં ધર્મના નામ પર કરવામાં આવતી રાજનીતિનો વિરોધ કરવો જોઈએ.
આને લઈને ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવિસે પ્રતિક્રિયા આપી છે કે હું મૂર્ખોના સવાલોનો જવાબ આપતો નથી. ફડણવિસે કહ્યુ છે કે મારી એ માન્યતા છે કે હું મૂર્ખોને જવાબ આપતો નથી. પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે તેઓ હિંદુઓની અપમાન કરવાનું બંધ કરે. તમારું રામજન્મભૂમિ આંદોલનમાં કોઈ યોગદાન નથી. ઉદ્ધવ ઠાકરેજીની સેના આ પ્રકારે વાતો કરીને કરોડો હિંદુઓની ભાવનાઓન ઠેસ પહોંચાડવાનું કામ કરી રહી છે, જે ખોટું છે.
ફડણવિસના નિવેદન પર સંજય રાઉતે કહ્યુ છે કે જે આપણે તોડયું હતું, ત્યાં મંદિરનું ગર્ભગૃહ થવાનું હતું. પરંતુ ત્યાં મંદિર બન્યું શું? તેમણે કહ્યુ છે કે તમે જઈને જોવો જે ગર્ભગૃહ હતું, ત્યાં મંદિર બનવાનું હતું. જે આપણે તોડયું હતું. ત્યાં મંદિર બનવાનું હતું. ત્યં મંદિર બન્યું શું ? મંદિર વહી બનાયેંગે, પરંતુ મંદિર ત્યાં બન્યું નથી. તમે જઈને જોઈ લો, મંદિર ક્યાં બન્યું છે?