શોભા ડેએ કાશ્મીરમાં જનમત સંગ્રહનો લેખ પાકિસ્તાનના ઈશારે લખ્યો!, પાકિસ્તાનના પૂર્વ રાજદૂતના દાવાને ડેનો રદિયો
જ્યારથી ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની વિશેષાધિકાર સંબંધિત જોગવાઈઓને હટાવી છે, ત્યારથી આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આક્રોશ પોતાની ચરમસીમાએ છે. તો આપણા દેશના કેટલાક સ્યૂડો લિબરલ સંસ્થાનો પાકિસ્તાનના પ્રોપગેંડાને હવા આપવા માટે પુરેપુરા તૈયાર છે. આપણા દેશના ઘણાં પત્રકારોએ તો આવા પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓ પર બેહદ તર્કહીન અને ભ્રામક અહેવાલો પ્રકાશિત કર્યા છે, જેનાથી તેઓ ભારત સરકારના નિર્ણય વિરુદ્ધ સામાન્ય જનતાને ભડકાવવાની પણ મનસા ધરાવતા હોવાનું ફલિત થઈ રહ્યું છે.
આના સંદર્ભે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં પાકિસ્તાનના ભારત ખાતેના ભૂતપૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે તમામને ચોંકવારતા એવો ખુલાસો કર્યો કે કેવી રીતે પાકિસ્તાનની સરકારે કેટલાક ભારતીય પત્રકારોને પાકિસ્તાનના પક્ષમાં લખવા માટે વિનંતી કરી હતી-
આ વીડિયોમાં અબ્દુલ બાસિતે વિવાદીત લેખિકા અને પત્રકાર શોભા ડેન પણ ઉલ્લેખ કર્યો હતો. બાસિતે કહ્યુ હતુ કે આપણા માટે સૌથી મોટો પડકાર એ હતો કે અમે કેવી રીતે એક એવા પત્રકારને શોધીએ, જે અમારા પક્ષમાં કાશ્મીરના જનમત સંગ્રહના સંદર્ભે એક લેખ લખી શકે. પછી અમને એક મહિલા મળ્યા, તેમનું નામ હતું શોભા ડે…
અબ્દુલ બાસિતે જે લેખનો ઉલ્લેખ કર્યો છે, તેને શોભા ડેએ 2016માં બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા માટે લખ્યું હતું. આ આર્ટિકલમાં તેમણે મોદી સરકારને કાશ્મીરમાં જનમત સંગ્રહ કરવાનો પડકાર પણ ફેંક્યો છે. શોભા ડેનો લેખમાં જ્યાં જ્યાં પાકિસ્તાનની તરફેણમાં લખવામાં આવ્યું છે, તેને જમ્મુ-કાશ્મીર નાઉ નામની વેબસાઈટે ખૂબ કુશળતાથી ચિન્હિત કરતા પોતાની વેબસાઈટ પર પોસ્ટ કર્યું છે-
આ ચોંકાવનારા ખુલાસાથી ભાતરના પત્રકાર જગતમાં હલચલ મચવી સ્વાભાવિક છે, કારણ કે મોટાભાગના લેફ્ટ લિબરલ પત્રકારોને હાલ કાશ્મીર મુદ્દા પર પોતાના પક્ષપાતપૂર્ણ પત્રકારત્વ માટે ચારે તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
પરંતુ અબ્દુલ બાસિતે જેવી રીતે શોભા ડેના લેખનો ઉલ્લેખ કર્યો છે, તે કોઈ સાધારણ વાત નથી. અહીં શોભા ડે નિશાન પર નથી, અહીં એવા પત્રકારો પણ નિશાને છે, જેમણે શોભા ડેના આર્ટિકલ દ્વારા કાશ્મીરના મુદ્દાને લઈને ભારત સરકાર પર આંગળી ચિંધી છે. આવા પત્રકારો વખતોવખત પાકિસ્તાનની ભાષા બોલતા દેખાતા રહ્યા છે. આના પહેલા એવા આવા પત્રકારોનું માત્ર આતંકવાદી હાફિઝ સઈદ જેવા લોકોએ ખુલ્લેઆમ સમર્થન કર્યું છે, તેનું ઉદાહરણ આપણે 2016માં જોયું. ત્યારે આતંકવાદી હાફિઝ સઈદે પત્રકાર બરખા દત્તના વખાણ કર્યા હતા.
પરંતુ આવું પહેલીવાર બન્યું છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત અબ્દુલ બાસિતે પ્રત્યક્ષપણે એવા પત્રકારોની પાકિસ્તાન સાથેની ભાગીદારીનો જાહેરમાં સ્વીકાર કર્યો છે, કે જે પોતાના જ દેશની વિરુદ્ધ લખી રહ્યા છે. અબ્દુલ બાસિતનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે ભારત સરકારે અનુચ્છેદ-370ને હટાવી છે. તામાં આ નિવેદનને લઈને ઘણાં સવાલો ઉઠે છે. સવાલ એ પણ છે કે શું પોતાના નિવેદન દ્વારા અબ્દુલ બાસિત ભારતના આવા લિબરલ પત્રકારોને એ સંકેત આપવા ચાહે છે કે અનુચ્છેદ-370 પર પાકિસ્તાનનું સમર્થન કરો, નહીંતર તેમના ઘણાં આવા રહસ્યો સામે આવી શકે છે કે જેનાથી તેમનું ભારતમાં રહેવું મુશ્કેલ થઈ શકે છે.
આ ઘટનાથી સ્પષ્ટ છે કે માત્ર એક અથવા બે ભારતીય પત્રકાર આવા પ્રકારની ગતિવિધિઓમાં સામેલ નથી, આવા પત્રકારોનું એક આખું નેટવર્ક છે, જે વર્ષોથી પાકિસ્તાનના ઈશારાઓ પર ચાલતું આવ્યું છે. મતલબ એ છે કે આવા ઘણાં પ્રસંગો આવ્યા હશે, જ્યારે કેટલાક ભારતીય પત્રકાર પાકિસ્તાનની સરકારના ઈશારાઓ પર પોતાના જ દેશની વિરુદ્ધ લખતા આવ્યા છે. તેવામાં જો પાકિસ્તાનના પ્રશાસને આવા પત્રકારોની અસલિયતને સૌની સામે ઉજાગર કરી, તો ભારતીય પ્રશાસન જ આવા લોકો સામે એક્શન નહીં લે, પરંતુ તેમની વધેલી-ઘટેલી શાખ પણ માટીમાં મળી જવાની છે.
શું છે આખી ઘટના?
ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યુ છે કે 2016માં આતંકવાદી બુરહાન વાનીની હત્યા બાદ તેમણે પ્રખ્યાત સોશયલાઈટ-કોલમિસ્ટ શોભા ડે પાસે જમ્મુ-કાશ્મીરમાં જનમત સંગ્રહના પક્ષમાં વકીલાત કરાવી હતી. જો કે શોભા ડેએ આવા દાવાને રદિયો આપ્યો છે.
પાકિસ્તાની બ્લોગર ફરહાન વિર્કને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈકમિશનર અબ્દુલ બાસિતે કહ્યુ છે કે અમે જોયું કે બુરહાન વાનીની શહાદત બાદ કેવી રીતે પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો અને કાશ્મીર પર આર્થિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, જેનાથી કાશ્મીરની અર્થવ્યવસ્થા નષ્ટ થઈ ગઈ અને ભારતમાં આના સંદર્ભે કોઈ બોલનારું ન હતું.
અબ્દુલ બાસિતે કહ્યુ હતુ કે મારા માટે આ પડકારજનક કામ હતું કે કોઈ પત્રકારને આ વાત માટે મનાવવામાં આવે કે તે કાશ્મીરીઓને ખુદ નિર્ણય લેવાના અધિકારને લઈને અખબારમાં એક આર્ટિકલ લખે. આખરે મને મહિલા પત્રકાર શોભા ડે મળી, જે ઘણા પ્રખ્યાત છે. તે એક લેખ લખી રહ્યા હતા.
બાસિતે દાવો કર્યો છે કે હું તેમને મળ્યો અને તેમને સમજાવ્યા. તેમણે લેખના આખરમાં લખ્યું કે હવે સમય આવી ગયો છે કે જનમત સંગ્રહના માધ્યમથી કાશ્મીર મામલાનું હંમેશા માટે સમાધાન કરવામાં આવે.
અબ્દુલ બાસિતના દાવા પર પ્રતિક્રિયા આપતા શોભા ડેએ કહ્યું છે કે તે નિંદનીય વ્યક્તિ છે, જે માત્ર તેમને જ નહીં, પણ ભારતને બદનામ કરવા માટે એક વાર્તા ઘડી રહ્યો છે.