પશ્વિમબંગાળમાં હ્દયકાંપી ઉઠે તેવી ઘટના- કૂચબિહારમાં વાહનની અંદર કરંટ ઉતરતા તેમાં સવાર 10 યાત્રીઓના મોત
- પશ્વિમબંગાળમાં વાહનની અંદર કરંટ ઉતરવાની ઘટના
- વાહનમાં સવાર 10 યાત્રીઓના કરંટ લાગતા મોત
કોલકાતાઃ- વરસાદની સિઝનમાં ઘરમાં કે કોઈ સ્થળ પર કરંટ ઉતરતો હોય તેવી અનેક ઘટનાઓ સાંભળી હશે પરંતુ વાહનમાં કરંટ ઉતરાતા લોકોના મોત થયા હોય તેવી હ્દયકાંપી ઉઠનારી ઘટના પશ્મિમબંગાળના કૂચબિહારથી સામે આવી રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ઘટના રવિવારે મોડી પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બનવા પામી છે, એક વાહનમાં કરંટ ઉતરવાની ઘટનામાં 10 લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયાના એહવાલ પણ સામે આવ્યા છે.
આ ઘટનામાં 27 ઘાયલોમાંથી 16 લોકોને નાની-મોટી ઈજાઓ થતાં જલપાઈગુડીની હોસ્પિટલમાં સારવાર અર્પોથે ખસેડાયા છે.પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે 12 વાગ્યે મેખલીગંજ પોલીસ સ્ટેશનના ધરલા બ્રિજ પર જઈ રહેલા પેસેન્જર વાહનમાં વીજળીનો કરંટ લાગ્યો હતો.
આ ઘટના મામલે પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે જનરેટર ડીજે સિસ્ટમના વાયરિંગને કારણે કરંટ વાહનમાં ઉતર્યો હોય શકે છે. જે જનરેટર વાહનના પાછળના ભાગમાં લગાવવામાં આવ્યું હતું.જેના કારણે ઘટના બની હતી.ઘટના બાદ વાહન ચલાવનાર ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.