Site icon Revoi.in

ઓસામા બિન લાદેને પોતાના શ્વાન ઉપર રાસાયણિક હથિયારોનું પરીક્ષણ કર્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

Social Share

નવી દિલ્હીઃ અમેરિકા દ્વારા માર્યા ગયેલા વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનના પુત્ર ઉમર બિન લાદેને તેના પિતા સાથે જોડાયેલા કેટલાક ખુલાસા કર્યા છે. તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના પિતા ઓસામા તેને આતંકવાદી બનાવવા માંગતા હતા, જ્યારે ઉમર નાનો હતો ત્યારે ઓસામાએ તેને અફઘાનિસ્તાનમાં બંદૂકની ટ્રેનિંગ આપી હતી. ઓસામા બિન લાદનનો સૌથી મોટો પુત્ર ઉમર બિન લાદેન ફ્રાન્સમાં માતા સાથે રહે છે. તેણે ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તે સમયે તે મજબૂર હતો અને તેણે પિતા સાથેના ખરાબ સમયને ભૂલી જવાનો પ્રયાસ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે, ઓસામા બિન લાદેને પોતાના શ્વાન ઉપર રાસાયણિક હથિયારોનું પરીક્ષણ કર્યું હતું.

પોતાના પિતા ઓસામા બિન લાદેનને યાદ કરતાં તેણે કહ્યું કે, તે મને બિલકુલ પસંદ નહોતો કરતો, પરંતુ પિતા હોવાને કારણે તે પ્રેમ પણ કરતો હતો. તેમણે મને તેમના કામને આગળ વધારવા માટે પસંદ કર્યો હતો, જેના માટે તેમણે મને તાલીમ પણ આપી હતી. ન્યૂયોર્કમાં 9/11ના આતંકવાદી હુમલાના થોડા મહિનાઓ પહેલા ઓમરે એપ્રિલ 2001માં અફઘાનિસ્તાન છોડવાનું પસંદ કર્યું હતું. આજે તે એક ચિત્રકાર છે, જેની પેઇન્ટિંગ 8,500 પાઉન્ડ એટલે કે (8 કરોડથી વધુની કિંમત)માં વેચાય છે.

ઉમરે કહ્યું કે મારા પિતાએ મને ક્યારેય અલ-કાયદામાં જોડાવાનું કહ્યું નથી, પરંતુ તેમણે મને કહ્યું હતું કે, તેમનું કામ ચાલુ રાખવા માટે મારી પસંદગી થઈ હતી. જ્યારે મેં કહ્યું કે મને તે પસંદ નથી, ત્યારે તે નિરાશ થઈ ગયા હતા. જ્યારે ઓમરને પૂછવામાં આવ્યું કે તેને કેમ લાગે છે કે તેના પિતાએ તેને તેના અનુગામી તરીકે પસંદ કર્યો છે, તો તેણે કહ્યું, “મને ખબર નથી, કદાચ કારણ કે હું વધુ બુદ્ધિશાળી હતો, જેના કારણે હું આજે જીવિત છું.” અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં છુપાયેલા લાદેનને અમેરિકા આર્મીએ શોધી કાઢ્યો હતો. તેમજ તે જ્યાં રહેતો હતો ત્યાં હુમલો કર્યો હતો. અમેરિકાના હુમલામાં લાદેશ ઠાર મરાયો હતો.

(PHOTO-FILE)