કોલકાતા રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો, ક્રાઈમ સીન સાથે છેડછાડનો દાવો
• બનાવની રાતે ફરજ પર હાજર તબીબે કર્યો ગંભીર આક્ષેપ
• કોલકાતા પોલીસ ઉપર તબીબે કર્યાં ગંભીર આક્ષેપ
નવી દિલ્હીઃ કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલી નિર્દયતામાં મોટો ખુલાસો થયો છે. જે રાત્રે બલાત્કાર-હત્યાની ઘટના બની તે રાત્રે ત્યાં હાજર તબીબે ક્રાઈમ સીન સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈમરજન્સી ડ્યુટી પર તૈનાત ડોક્ટરે કોલકાતા પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પોલીસ ખોટું બોલી રહી છે. મેડિકલ વોર્ડમાં કોઈ SOPનું પાલન કરવામાં આવ્યું ન હતું.
બનાવની રાતે, ઈમરજન્સી ડ્યૂટી પર તેનાત ડોક્ટરને આરોપ લગાવતા કહ્યું હતું કે, “પોલીસ ખોટું બોલી રહી છે. ઈમનજન્સી મેડિકલ વોર્ડમાં એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું,” જેના કારણે મૃત્યુના સમય અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં વિલંબ થયો હતો.” ડોક્ટરે આગળ કહ્યું કે ”વાયરલ વીડિયોમાં દેખાડવામાં આવેલ વ્યક્તિ અપરાધ સ્થળ સાથે સંબંધિત ન હતા, પણ તેમ છતા તેમને ત્યાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જેથી પુરાવા સાથે છેડછાડની સંભાવના વધી ગઈ હતી.”
ડૉક્ટરે કહ્યું, “આરજી કર મેડિકલ કૉલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જ્યારે પારદર્શિતાની માંગ વચ્ચે તે અન્ય કોઈ મેડિકલ કૉલેજમાં થવું જોઈતું હતું. પોલીસ કોર્ડન અને અસંગતતાએ શંકા ઊભી કરી હતી કે ક્રાઈમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હશે.” આરજી કાર મેડિકલ કોલેજ ખુદ ડોક્ટરોના વિરોધનો ગઢ રહી છે. અહીંના પૂર્વ પ્રિન્સિપાલ ડો.સંદીપ ઘોષની ભૂમિકાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા.
સોમવારે CBIએ આરજી કર મેડિકલ કોલેજમાં નાણાકીય અનિયમિતતામાં સંડોવણી બદલ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની ધરપકડ કરી છે. સાથે અન્ય ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અન્ય ત્રણ લોકો સુરક્ષા કર્મચારી અફસાર અલી અને હોસ્પિટલના વિક્રેતાઓ બિપ્લવ સિંઘા અને સુમન હજારા છે, જે હોસ્પિટલમાં વસ્તુઓ સપ્લાય કરતા હતા. સંદીપ ઘોષની ધરપકડના એક કલાકમાં જ CBI અધિકારીઓએ વધુ ત્રણ ધરપકડ કરી હતી.