અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં એસઆઈટીએ તપાસના અંતે રજુ કરેલા અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયાનું જાણવા મળે છે. રિપોર્ટમાં મોરબી નગરપાલિકા અને બ્રિજની સંભાળની કામગીરી કરતી કંપનીને લઈને ચોંકવનારા ખુલાસા કરાયાં છે. બંનેની સુયુક્ત બેદરકારીને કારણે આ દૂર્ઘટના સર્જાયાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પાલિકાના સભ્યોને વિશ્વાસમાં જ લીધા વિના પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે કંપની સાથે કરાર કર્યાનું ખુલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ઝુલતા પુલ ઉપર ફરવા આવ્યા હતા. આ દરમિયાન પુલ અચાનક તુટી પડ્યો હતો. આ દૂર્ઘટનામાં 135થી વધારે લોકોના મોત થયાં હતા. મચ્છુ નદી ઉપર બનાવવામાં આવેલા આ પુલ તુડી પડવાની ઘટનાની સરકારે ગંભીર નોંધ લઈને ઉચ્ચ તપાસના આદેશ કર્યાં હતા. મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કંપનીના માલિક જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ જાણીતા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા. સમગ્ર કેસની તપાસ કરીને એસઆઈટીએ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો હતો. આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયાનું જાણવા મળે છે.