અભિનેતા સલમાન ખાનના ઘર પાસે થયેલા ગોળીબારમાં ચોંકાવનારો ખુલાસો
મુંબઈઃ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના મામલામાં મુંબઈ પોલીસે નવો ખુલાસો કર્યો. પોલીસે જણાવ્યું કે ફેસબુક પેજ પર ફાયરિંગની ઘટનાની જવાબદારી સ્વીકારનાર ફેસબુક પેજનું IP એડ્રેસ કેનેડાનું હોવાનું બહાર આવ્યું છે.
સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના થોડાક કલાકો પછી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ એક કથિત ફેસબુક પોસ્ટ દ્વારા ઘટનાની જવાબદારી લીધી અને ચેતવણી આપી કે તે ટ્રેલર છે. મામલો અમેરિકાથી ઘડવામાં આવ્યો હતો. આ પ્લાન લગભગ એક મહિનાથી ચાલી રહ્યો હતો.
બે શૂટરોએ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર રવિવારે ફાયરિંગ કર્યું હતુ. પછી બંને ફરાર થઈ ગયા હતા અને પોલીસ તેમની શોધ કરી રહી છે. એ વચ્ચે સામે આવ્યું કે એમાં એક વિશાલ રાહુલ ઉર્ફે કાલુ પણ છે.
• વિશાલ રાહુલ ઉર્ફે કાલુ કોણ છે?
પોલીસ ડોઝિયરમાં સામે આવ્યું છે કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર વિશાલ રાહુલ ઉર્ફે કાલુ ગુરુગ્રામના રહેવા વાળા છે. કાલુએ 10મા સુધી ભણેલો છે. અને તેની સામે 5 થી વધારે કેસ નોંધાયેલા છે.
• પોલીસે શું કહ્યું?
બાંદ્રા પોલીસે જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને આર્મ્સ એક્ટ હેઠળ અજ્ઞાત વ્યક્તિ સામે કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. બાંદ્રા ઈલાકામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સવારે લગભગ 5 વાગ્યે બે વ્યક્તિઓએ ચાર ગોળીઓ ચલાવી અને ભાગી ગયા. પછી સલમાન ખાનના આવાસની સુરક્ષા વધારી દેવાઈ છે.