- અમેરિકામાં ગોળીબારની વધતી ઘટનાઓ
- વે વોશિંગટન ગોળીબારની ઘટના બની, વ્યક્તિનું મોત
દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં સતત ગોળીબારની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહેતી હોય છેસ, નાની વયે કિશોરો બંદુક હાથમાં લઈને આડેઘડ ગોળી બાર કરીને નિર્દોષની જાન લઈ રહ્યા છે, ત્યારે આજરોજ સોમવારની સવારે ફરી અમેરિકાના વોશિંગટનમાં ગોળીબારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વોશિંગ્ટન ડીસીના ઉત્તરપૂર્વ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબારના હુમલામાં એકનું મોત અને પાંચ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે, આ પહેલા પણ અનેક વખત અમેરિકાના જૂદા-જૂદા વિસ્તારોમાં ગોળીબારની ઘટનાઓ બની છે જેમાં ઘમા લોકોએ જીવ ગુમાવ્યા છે.
જાણકારી પ્રમાણે આ ફાયરિંગ વોશિંગટનની એફ સ્ટ્રીટ NEના 1500 બ્લોકમાં કરવામાં આવ્યું હતું. આ ઘટનાને પલગે વોશિંગ્ટન ડીસી પોલીસે જણાવ્યું છે કે ઘટનાની તપાસ હાલ કરવામાં આવી રહી છે. મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે સોમવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે ગોળીબાર થયો હતો.
ગોળીબારમાં છ લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરવામાં આવી હતી અને એકનું મોત થયું હતું. મૃતકોમાં હજુ સુધી કોઈની ઓળખ થઈ શકી નથી. જો કે ગોળીબાર કયા કારણો સર કરાયો તે પણ જાઈ શકાયું નથી આ ઘટના અંગે હાલ પોલીસ તપાસમાં લાગી છે.