Site icon Revoi.in

આર્યન ખાનનો ડ્રગ કેસ, સલમાન ખાનની ટાઈગર-3 અને શાહરૂખ ખાનની પઠાણનું શૂટિંગ રદ થયું

Social Share

મુંબઈ :શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હાલ પોલીસ કસ્ટડીમાં છે. જ્યારથી આ ઘટના બની છે ત્યારથી લઈને શાહરુખ ખાને પોતાના કામ પર બ્રેક લગાવી છે અને તેમના પુત્રને જામીન મળી જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોલિવૂડના શાહરુખ ખાન હાલમાં પોતાના પુત્રને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ કારણોસર શાહરુખની મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. એક અહેવાલ મુજબ દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ સ્પેન જવા રવાના થયા હતા, પરંતુ તે આર્યન ખાનના કેસ બાદ પરત ફર્યા હતા. આ ફિલ્મના શૂટિંગની તૈયારીઓ મોટાપાયે ચાલી રહી છે. તેના ગીતના શૂટિંગ માટે પણ અલગ અલગ જગ્યાઓ પસંદ કરવામાં આવી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પઠાણ માટે જે લોકેશન પસંદ કરવામાં આવ્યા હતા ત્યાં શૂટ થનારી પઠાણ પહેલી ફિલ્મ છે.

શાહરુખની પઠાણ મુલતવી રાખવા સાથે સમાચાર છે કે,સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 પણ મુલતવી રાખવામાં આવી છે. બંને ફિલ્મોને મુલતવી રાખવાનું એક જ કારણ છે આર્યન ખાનનો કેસ. સલમાન ખાન પણ આર્યનના કેસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તાજેતરમાં તે ટાઈગર 3ના ચાલી રહેલા રિહર્સલમાં પણ ગયા ન હતા. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આર્યનને જામીન ન મળે ત્યાં સુધી તે મુંબઈમાં રહેવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ખરાબ રીતે ફસાયેલા બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ફરીથી જામીન માટે રાહ જોવી પડી છે. કોર્ટમાં સુનાવણીનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી સુરક્ષિત રાખવામાં આવ્યો છે. તે હજુ પણ મુંબઈની આર્થર જેલમાં બંધ છે. શાહરુખે પોતાના દીકરા માટે જામીન મેળવવા માટે પોતાનો વકીલ પણ બદલી નાખ્યો છે.