દિલ્હીઃ રોહિણી કોર્ટમાં તાજેતરમાં થયેલા શૂટઆઉટ કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા બાદ બંને હુમલાખોરો કોર્ટમાં જ જજની સામે આત્મસમર્પણ કરવાના હતા. જો કે, પોલીસ સાથે થયેલી અથડામણમાં બંને હુમલાખારોના પણ મોત થયાં હતા. દિલ્હી પોલીસે ધરપકડ કરેલા ઓરોપી ઉંમગ ઉર્ફે વિનય યાદવે જણાવ્યું હતું કે, સમગ્ર કાવતુ મંડોલી જેલમાં જ રચવામાં આવ્યું હતું. ટિલ્લુ હાલ એ જ જેલમાં બંધ છે. પોલીસે વિનય પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરી હતી. સુનિલ માન ઉર્ફે ટિલ્લુ, નવીન બાલી અને સુનિલ રાઠીએ જિતેન્દ્ર ગોગીની હત્યા કરાવી હતી.
દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારી રાકેશ અસ્થાનાએ કોર્ટમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ સેલમાં ઉમંગને રિમાન્ડ ઉપર લીધો છે. આ દરમિયાન અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. આ નેપાળી શખ્સ જ કોર્ટની બહાર બંને હુમલાખોરોને મળ્યો હતો. જયદીપ ઉર્ફે જગ્ગા અને રાહુલ ત્યાંગી ઉમંગના કહેવા ઉપર 20મી સપ્ટેમ્બરના રોજ તેના ઘરે આવ્યો હતો. હથિયાર અને વકીલનો ડ્રેસ પણ આપ્યો હતો. બનાવના દિવસે બંને હુમલાખોરોને ઉંમગ જ કોર્ટ સુધી મુકવા આવ્યો હતો. જે બાદ બંને આરોપી નજીકમાં આવેલા એક મોલમાં ગયા હતા જ્યાં વકીલનો કાળો કોટ ધારણ કર્યો હતો. જે બાદ બંને આરોપી કોર્ટ ગયા હતા. બંને હુમલાખોરો કોર્ટ રૂમમાં ગયા હતા જ્યારે ઉંમગ પાર્કિંગમાં કાર મુકીને તેમની સાથે ગયો હતો. હુમલાખોરો સાથે કોર્ટ સંકુલમાં તેમના બે સાગરિત ઉમંગ અને નેપાલી યુવાન પણ હાજર હતો. તબીબો દ્વારા ગોગીની લાશનું પીએમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો. પીએમની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.