‘કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઈ, ખુલ્યું પ્રેમનું બજાર’, રાજ્યમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંઘીની પ્રતિક્રીયા
- કર્ણાટકમાં નફરતની દુકાન બંધ થઈ- રાહુલ ગાંઘી
- રાજ્યમાં કોંગ્રેસની જીત પર રાહુલ ગાંઘીની પ્રતિક્રીયા
બેંગલુરુઃ- કર્ણાટકમાં આજે સવારથી જ મતગણતરી શરુ થઈ ચૂકી છે રુઝાન પ્રમાણે કોંગ્રેસ ભારે વોટ સાથએ આગળ વધી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસની દેખાતી જીત પર નેતા રાહુલ ગાંઘીએ પ્રતિક્રીયા આપી છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ટ્રેન્ડમાં બહુમતી મેળવવા બદલ કર્ણાટકની જનતાનો આભાર માન્યો છે.
કર્ણાટકમાં કોંગ્રેસની જીતનું ચિત્ર સ્પષ્ટ થતાં જ રાહુલ ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા અને મીડિયાને સંબોધતા કર્ણાટકની જનતાનો આભાર વ્યક્ત કર્યો અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને અભિનંદન આપ્યા.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે કર્ણાટકના લોકોએ બતાવ્યું છે કે આ દેશ પ્રેમને પસંદ કરે છે. કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે અને પ્રેમની દુકાનો ખુલી ગઈ છે. સૌથી પહેલા કર્ણાટકની જનતાની જીત છે. કોંગ્રેસના ચૂંટણી વચનો પર તેમણે કહ્યું કે અમે પાંચ વચનો આપ્યા હતા, અમે પ્રથમ કેબિનેટ બેઠકમાં તેને પૂર્ણ કરીશું.
આ સહીત રાહુલ ગાંઘી એ કર્ણાટકના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો સહિત કર્ણાટકમાં કોંગ્રેસ માટે કામ કરી રહેલા તમામ નેતાઓનો આભાર માન્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં પ્રેમની જીત થઈ છે અને નફરતની હાર થઈ છે. કર્ણાટકમાં ગરીબોની જીત થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં નફરતનું બજાર બંધ થઈ ગયું છે અને પ્રેમની દુકાન ખુલી છે. હું કર્ણાટકની જનતાનો આભાર માનું છું. કર્ણાટકમાં કોંગ્રેસ 130થી વધુ સીટો જીતતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહી છે. ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે અને હવે માત્ર ચૂંટણી પંચની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.