જમ્મુ-કાશ્મીર: શોપિયાં એન્કાઉન્ટરમાં 1 આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ. પોલીસના સિનિયર અધિકારી પ્રમાણે, દક્ષિણ કાશ્મીરના જિલ્લાના ચોટીગામ વિસ્તારમાં સવારે આતંકવાદીઓના છૂપાયેલા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા.
તેના પછી સુરક્ષા દળોએ સવારે ત્યાં વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ કરાયું. તેના કારણે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાય ગયું.
આતંકવાદીઓના ફાયરિંગના જવાબમાં સુરક્ષાદળોએ પણ કાર્યવાહી કરી હતી. એન્કાઉ્ટરમાં એક આતંકવાદી ઠાર થયો છે.હાલ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તહેનાતી કરાય છે અને અન્ય આતંકવાદીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરાય છે.