Site icon Revoi.in

આ તે કેવી દાદાગીરી? : આજાન વખતે હનુમાનચાલીસા વગાડનારા દુકાનદારને નિર્દયતાપૂર્વક મરાયો માર, બેંગલુરુમાં બબાલ

Social Share

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુના નગરથપેટેમાં રવિવારે સાંજે કેટલાક લોકોએ એકજૂટ થઈને એક દુકાનદારને માર માર્યો છે. પીડિતે પોલીસ ફરિયાદ કરી છે કે તે દુકાનમાં ભક્તિગીત વગાડી રહ્યો હતો, ત્યારે તેની દુકાન પર છ લોકો આવ્યા અને તેમણે તેને બંધ કરવા માટે દમદાટી મારી હતી. તેના પછી આ તમામ લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી. પીડિતને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.

આરોપીનું કહેવું હતું કે આ આજાનનો સમય છે અને તે ભક્તિગીત ન વગાડે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દુકાનદાર અને આરોપીઓ વચ્ચે મારામારી થતી જોઈ શકાય છે.

આ ઘટના પર કર્ણાટક ભાજપે પ્રતિક્રિયા આપી છે. કર્ણાટક ભાજપે સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે કર્ણાટક, કર્ણાટક, કોંગ્રેસના જબરદસ્ત તુષ્ટિકરણનું નુકશાન ભોગવી રહ્યું છે. કટ્ટરપંથી ચરમપંથી તત્વ સડકો પર ઉતરી આવ્યા છે, ખુલ્લેઆમ હિંદુઓને આતંકિત કરી રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકારમાં હનુમાનચાલીસાના જાપ કરવા પર હિંદુઓને સતાવાય રહ્યા છે. કોંગ્રેસના શાસનમાં હિંદુ બીજા દરજ્જાના નાગરિક બનીને રહી ગયા છે. તેમના જીવનની કોઈ સુરક્ષા નથી.

આ ઘટના બાદ બેંગલુરુ પોલીસે મામલો નોંધ્યો છે. પોલીસે કહ્યું છે કે હલાસુરુ ગેટ પોલીસ ચોકીના ક્ષેત્રમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ આરોપીઓને એરેસ્ટ કરવા માટે કામ કરી રહી છે.