Site icon Revoi.in

સુરત જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ, ભાષા અને સા. વિજ્ઞાનના 96 શિક્ષકો ઓછા

Social Share

સુરતઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા સરકારે જાહેરાત કરી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટને લીધે બાળકોના સિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. સુરત શહેરની પ્રાથમિક શાળાઓમાં 72 શિક્ષકોની ઘટ છે. જ્યારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 243 શિક્ષકોની ઘટ છે. જેમાં  સૌથી વધુ ભાષાના 26 શિક્ષકો સામાજિક વિજ્ઞાનના 70 શિક્ષકો અને વિજ્ઞાનના 18 શિક્ષકોનું મહેકમ ઓછું છે. શિક્ષકોની નવી ભરતી થાય ત્યાં સુધીમાં તો શૈક્ષણિક સત્ર પુરૂ થઈ જશે.

સુરત જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ શાળાઓમાં વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની છે કારણ કે, જિલ્લાની કુલ 897 જેટલી શાળાઓમાં 4,227 શિક્ષકોની જરૂરિયાત છે. તેની સામે 3,972 જેટલા શિક્ષકો ફરજ બનાવી રહ્યા છે. તાલુકાવાર સ્થિતિ જોઈએ તો સૌથી વધુ શિક્ષકોની અછત ઓલપાડ તાલુકામાં છે. ઓલપાડ તાલુકામાં 59, માંગરોળમાં 42, ચોર્યાસી 37, પલસાણામાં 29, મહુવામાં 23, બારડોલીમાં 18, માંડવીમાં 17, કામરેજમાં 7 જેટલા શિક્ષકોની અછત જોવા મળે છે. જ્યારે સુરત શહેરમાં નગર પ્રાથમિક સમિતિ હેઠળની શાળાઓમાં પણ 72 શિક્ષકોની ઘટ છે. હાલ વાલીઓ ખાનગી શાળાઓમાં મોંઘી ફીને લીધે બાળકોને સરકારી શાળાઓમાં દાખલ કરી રહ્યા છે. ત્યારે સરકારી શાળાઓમાં પુરતુ ઈન્ફાસ્ટ્રકચર હોવા છતાયે પુરતા શિક્ષકો નથી

સુરત જિલ્લામાં આવેલા 23 પ્રાથમિક શાળાઓ તો એવી છે કે, જ્યાં માત્ર એક જ શિક્ષક છે. ધોરણ-1થી 5 સુધીની આ શાળાઓ છે. એક શિક્ષકવાળી શાળા મહુવાના ઓલપાડ તાલુકામાં છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ અંગે સરકારમાં રજૂઆત કરી છે.  જોકે, શિક્ષકોની ઘટ વચ્ચે 73 જ્ઞાન સહાયક તેમજ 32 જે ખેલ સહાયકો કરાર પર સેવા આપી રહ્યા છે.