જો વાત કરવામાં આવે ‘ચા’ની તો એવું કહી શકાય કે ભારતમાં મોટાભાગના લોકોનો દિવસ ‘ચા’ પીવાથી શરૂ થાય છે. ભારતમાં ચા પીવાવાળો વર્ગ ખુબ મોટો છે અને લોકો અલગ અલગ પ્રકારની ચા પણ પીતા હોય છે. કેટલાક લોકો ગ્રીન ટી, કેટલાક લોકો લેમન ટી, કેટલાક લોકો સાદી ચા પીવે છે તો કેટલાક લોકોને ટી-બેગવાળી ચા પસંદ આવે છે. આવામાં જો વાત કરવામાં આવે ટીબેગ વાળી ‘ચા’ની તો આ લોકોએ આ ‘ચા’નું સેવન કરવું જોઈએ.
જાણકારી અનુસાર જે લોકો ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેઓએ પણ વધુ કેફીનવાળી ટી બેગનું સેવન ન કરવું જોઈએ. વાસ્તવમાં, કેફીનનું વધુ પડતું સેવન નિંદ્રાનું કારણ બને છે. એવું પણ જોવામાં આવ્યું છે કે જ્યારે નાની ઉંમરમાં બાળકનું વજન વધી જાય છે ત્યારે માતા-પિતા તેને ટી બેગ્સનું સેવન કરાવવાનું શરૂ કરી દે છે. બાળકનું વજન ઘટે કે ન ઘટે, પરંતુ સલાહ વિના આ ટ્રિક અજમાવવાથી તેના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તે લોકોએ પણ ટી બેગવાળી ચાનું સેવન ન કરવું જોઈએ. નિષ્ણાતોના મતે, તેમાં કેફીન વધુ હોય છે અને તે ગ્લુકોઝના સ્તરને ખલેલ પહોંચાડે છે. વધુ કેફીનવાળી ટી બેગ ડાયાબિટીસના દર્દીના સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે છે. જો તમે શુગરના દર્દી છો અને ટી બેગ પીવાનું પસંદ કરો છો, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જ જોઇએ.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.