પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે અને 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે.આ અમાવસ્યાને સર્વ પિતૃ અમાવસ્યા કહેવાય છે. બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે.
હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, આ પિતૃ પક્ષ, જે 16 દિવસ સુધી ચાલે છે, તે સંપૂર્ણપણે આપણા પૂર્વજોને સમર્પિત છે.આ દરમિયાન આપણે તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ, પિંડ દાન, પૂજા વગેરે કરીએ છીએ.આ દરમિયાન, ખાસ કરીને કાગડાઓને ખવડાવવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે કાગડા દ્વારા ખોરાક પૂર્વજો સુધી પહોંચે છે.
આ ઉપરાંત ઘણા લોકો એવું પણ માને છે કે પિતૃપક્ષ દરમિયાન ફક્ત આપણા પૂર્વજો જ કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે, એટલા માટે આ સમયગાળા દરમિયાન ભૂલથી પણ તેમનો અનાદર ન કરવો જોઈએ અને તેમને હંમેશા તાજો રાંધેલ ખોરાક પહલા જ આપવો જોઈએ.