હાર્ટ એટેક પછી શ્રેયસ તલપડેની કામ પર વાપસી, કહ્યું કેવી છે તબીયત
બોલીવુડ અને મરાઠી એક્ટર શ્રેયસ તલપડેને બે મહિના પહેલા હાર્ટ ટેક આવ્યો હતો, એક્ટની હાર્ટ એટેકની ખબર સાંભળી ફેંન્સ પરેશાન થઈ ગયા હતા. પણ હવે શ્રેયસ તલપડેની તબીયત એકદમ સારી છે. તેમને જાતે તેમની તબીયતની ખબર આપી છે. હવે તેમને કામ પર વાપસી કરી લીધી છે. શ્રેયસે કહ્યું કે તેઓ કેવા છે અને તે બધા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે જે તેમની ખરાબ પરિસ્થિતીમાં તેમની સાથે હતા.
ઈંન્સ્ટન્ટ બોલીવુડથી ખાસ વાતચીતમાં શ્રેયસ તલપડેએ કહ્યું- ‘હું એ રાતે હાજર બધા લોકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું તેમને ડોક્ટર, ટૈક્નિશિયન, હોસ્પિટલ સ્ટાફ અને તેમના માટે પ્રાર્થના કરવા વાળા ફેંન્સ બધાનો આભાર વ્યક્ત કર્યો. શ્રેયસએ કહ્યું કે તેમની તબીયત પહેલાથઈ સારી છે અને દરરોજ તેઓ રિકવર કરી રહ્યા છે, સાથે જ તેમન કામ પર વાપસી કરી લીધી છે.’
• શ્રેયસએ કામ પર વાપસી કરી
શૂટ પર પાછા જતા શ્રેયસે કહ્યું- ‘તેમણે હવે થોડું કામ કરવાનું ચાલુ કરી દીધુ છે પણ મને લાગે છે કે આ જીવનમાં લોકોના કર્જ ચૂકવવા ખૂબ મુશ્કેલ છે. પછી તેને બધાનો આભાર વ્યક્ત કર્યો અને ચુટકી લેતા કહ્યું કે તે ખૂબ ખુશ છે. ડોક્ટરની સલાહથી મામલો આગળ વધવા લાગ્યો છે.
14 ડિસેમ્બરે છાતીમાં દુખાવો ઉપડ્યા પછઈ શ્રેયસની તબીયત અચાનક ખરાબ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. શ્રેયસ હવે ઠીક છે અને રોજ રિકવર થઈ રહ્યો છે.