Site icon Revoi.in

 નવી સંસદના શ્રી ગણેશની ક્ષણ – પીએમ મોદી સહીત સાસંદો નવી સંસદમાં પ્રવેશ કરવાની તૈયારીમાં 

Social Share

દિલ્હીઃ આજે સંસદના વિશેષ સત્રનો બીજો દિવસ છે જુના સંસદના હોલમાં સંબોધન બાજદ હવે પીએમ મોદી સહીત સાસંદો નવી સંસદ ભવનમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે આજરોજ નવી સસંદના શ્રીગણેશ કરવામાં આવી રહ્યા છે.

સંસદની કાર્યવાહી આજે નવા બિલ્ડિંગમાં શિફ્ટ થઈ. ભારતે જૂના સંસદ ભવનને અલવિદા કહ્યું, જે ઘણી ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી હતું. મધ્યરાત્રિએ આ સંસદ ભવનની અંદર દેશની આઝાદીની ઘોષણા કરવામાં આવી હતી. તેને ‘લોકશાહીનું મ્યુઝિયમ’ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ જૂની ઇમારતનું નામ ‘સંવિધાન સદન’ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે નવા સંસદ ભવનમાં નવા ભારતનું ભાગ્ય રચાશે. આજે સવારે સંસદની જૂની ઇમારતમાં સાંસદોનું ફોટો સેશન થયું. નવી સંસદમાં પ્રવેશની શરૂઆત ઔપચારિક પૂજા સાથે થઈ અને ત્યારબાદ સેન્ટ્રલ હોલમાં ભવ્ય સમારોહ યોજાયો
આ સહીત સંસદની નવી ઇમારતમાં બપોરે 1.15 કલાકે લોકસભાની કાર્યવાહી શરૂ થશે. નવા સંસદ ભવનમાં મંગળવારે બપોરે 2.15 કલાકે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થશે.સંસદમાં પ્રવેશ કરતા દરેક લોકોના ચહેરા પર એક અલગ ઇત્સાહ જોવા મળ્યો હતો.નવા ભવન તરફ જતા મોટી સંખ્યામાં મહિલા સાસંદો પણ ભાવૂક થી હતી સાથે નવો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
હવેથી તમામ નિર્ણયો નવા સંસદ ભવનમાં લેવાશે, જે અનેક સુવિઘાઓથી સજ્જ છે થોડી જ ક્ષણોમાં સભાની કાર્યવાહી પણ શરુ કરવામાં આવશે અહી અનેક એડવાન્સ સુવિઘાઓ બેઠક વ્યવસલ્થા મોટા પ્રમાણમાં છે લોકતંત્ર સાથે જોડાયેલા નિર્ણયો હવે અહીથી લેવામાં આવશે.